Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતકૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે પદભાર સંભાળ્યા

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે પદભાર સંભાળ્યા

- Advertisement -

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલે આજે સ્વર્ણિમ સંકુલ-1 ગાધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો છે. આજે પૂજન અર્ચન કરીને વિધિવત પ્રવેશ કર્યો છે આ વેળાએ તેમના સમર્થકો સહિત અધિકારીઓ એ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યુ હતુ કે, રાજયના કૃષિકારો, પશુપાલકો અને પાજરાપોળના ટ્રસ્ટીઓ માટે સદાય હકારાત્મક અભિગમ થકી સંને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. રાઘવજીભાઈ પટેલ, 77-જામનગર (ગ્રામ્ય) મત વિભાગ (જામનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 1લી જૂન, 1958ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો હતો. તેમણે બી.એ., એલ.એલ.બી.સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે.અગાઉ તેઓ એ ગ્રામ ગૃહનિર્માણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular