જામનગરમાં ભારે વરસાદ બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જરૂરી સફાઈ કામગીરી કરવા અને અસરગ્રસ્તોને ફૂડ પેકેટ, પીવાનું પાણી, ગટર, આરોગ્ય તેમજ રોડ રસ્તાની સમિક્ષા તથા સ્થિતિને પૂર્વવત કરવા મહાનગર પાલિકાના કમિશ્નર વિજય ખરાડીએ આજે મહાનગર પાલિકાના અધિકારીઓની બેઠક બોલાવી અને જામનગરના 16 વોર્ડ પૈકી 2,4,10,12,16 સૌથી વધુ અસરગ્રસ્ત છે.
આ પાંચ વોર્ડમાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવાનો કમિશ્નરે અધિકારીઓને આદેશ આપ્યો છે.