Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ તાલુકામાં વરસાદે ભૂક્કા કાઢયા, 5 થી 25 ઇંચ

કાલાવડ તાલુકામાં વરસાદે ભૂક્કા કાઢયા, 5 થી 25 ઇંચ

- Advertisement -

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વરસાદે ભૂકકા કાઢયા છે. તાલુકાના અનેક ગામડાંઓમાં છેલ્લા 24 કલાકમાં 5 થી 25 ઇંચ મુશળધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દાયકાઓનો આ અભૂતપૂર્વ વરસાદ છે.
તાલુકાના મોટા પાંચદેવડા તથા ખરેડી ગામે 25-25 ઇંચ વરસાદ વરસ્યો છે. તો નવાગામમાં 22 ઇંચ, ભલસાણ બેરાજામાં 13 ઇંચ, મોટાવડાળા 12 ઇંચ, નિકાવા, 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓના ગામડાંઓમાં પણ 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયો છે. જેમાં જામનગર તાલુકાના મોટીબાણુગારમાં 10 ઇંચ, જામવંથલીમાં 9 ઇંચ, અલિયાબાડા 12ઇંચ, ધુતારપર 8 ઇંચ, ધ્રોલના લતીપરમાં 4 ઇંચ, લૈયારામાં 5 ઇંચ, જામજોધપુરના સમાણામાં 13 ઇંચ, ધ્રાફામાં 17 ઇંચ, પરવડામાં 7.5 ઇંચ વરસાદ ગઇકાલે વરસ્યો હતો. આ ઉપરાંત લાલપુર તાલુકાના મોડપરમાં પ ઇંચ અને મોટા ખડબામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ જિલ્લાના કાલાવડ તાલુકામાં ગઇકાલે આભ ફાટયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.

સમગ્ર જામનગર જિલ્લાની વાત કરીએ તો કાલાવડમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં છેલ્લા 36 કલાક દરમ્યાન 23 ઇંચ જેવો અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં પણ ગઇકાલે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન માત્ર બે કલાકમાં સાંબેલાધાર 4 ઇંચ પાણી વરસી જતાં શહેર જળમગ્ન થઇ ગયું હતું.

જામનગર શહેરમાં ગઇકાલે દિવસ દરમ્યાન પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જામજોધપુરમાં 4.5 ઇંચ, ધ્રોલમાં 4.5 ઇંચ, લાલપુર 4 ઇંચ તથા જોડિયામાં 2 ઇંચ પાણી વરસ્યું હતું.

- Advertisement -

માત્ર 24 કલાકમાં જિલ્લામાં વરસાદની ખાધ થઇ દૂર

જામનગર જિલ્લામાં વરસેલાં અનરાધાર વરસાદને પગલે માત્ર 24 કલાકમાં જ ચોમાસાના વરસાદની ખાધ ભરપાઇ થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને કારણે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 97 ટકાએ પહોંચી ગયો છે. જે રવિવારે સાંજ સુધી 58 ટકા હતો. આમ વરસાદની 42 ટકા ખાધ ગણતરીના કલાકોમાં જ ભરપાઇ થઇ ગઇ છે. સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકામાં 169 ટકા થઇ ચૂકયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular