Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયNEETની પરીક્ષા ખતમ કરવા તામિલનાડુ વિભાનસભામાં ખરડો

NEETની પરીક્ષા ખતમ કરવા તામિલનાડુ વિભાનસભામાં ખરડો

આ પરીક્ષા છાત્રો-વાલીઓનાં હિતમાં નથી : સરકાર, ભાજપાએ ખરડાના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો

- Advertisement -


- Advertisement -

તામિલનાડુ વિધાનસભાએ સોમવારે નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (નીટ)ને સદંતર રદ કરી નાંખતો ખરડો પસાર કરી દીધો હતો. તે સાથે આ ખરડામાં એવી નવી જોગવાઇ દાખલ કરવામાં આવી છે કે હવેથી મેડિકલના તમામ કોર્સમાં પ્રવેશ મેલવવા માટે ફક્ત ધો-12ની વાર્ષિક પરીક્ષાના માર્કસ જ ગણતરીમાં લેવાશે. રાજ્ય સરકારે સામાજિક ન્યાયને સુનિશ્ચિત કરવા નીટની પરીક્ષા રદ કરી હતી.

રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પોતે જ આ ખરડો ગૃહમાં દાખલ કર્યો હતો જેને મુખ્ય વિરોધપક્ષ એવા ઓલ ઇનિડયા અન્ના ડીએમકે તથા પીએમકે જેવા તેના સહયોગી પક્ષ, ઉપરાંત કોંગ્રેસે ટેકો આપ્યો હતો.

- Advertisement -

આ ખરડામાં દાખલ કરેલી નવી જોગવાઇ અનુસાર મેડિકલ, ડેન્ટલ, ઇન્ડિયન મેડિસિન અને હોમિયોપેથી જેવા તમામ અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે હવેથી ફક્ત ધો-12ની વાર્ષિક પરીક્ષાના ગુણ જ ધ્યાનમાં લેવામાં આવશે. જો કે સરકારની આ દરખાસ્તનો વિરોધ કરતાં ભાજપે ગૃહમાંથી વોકઆઉટ કરવાનું પસંદ કર્યું હતું.

નિવૃત્ત જજ એ.કે રાજનના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ-સ્તરીય કમિટિએ કરેલી ભલામણોને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી સ્ટાલિને આ ખરડો ગૃહમાં દાખલ કર્યો હતો. કમિટિએ ગત જુલાઇમાં જ તેનો અહેવાલ સરકારને સુપરત કરી દીધો હતો. મદ્રાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ રાજને કહ્યું હતું કે કમિટિની પાસે સમાજના જુદા જુદા વર્ગો તરફથી 86000 જેટલી રજૂઆત આવી હતી.

- Advertisement -

આ તમામ રજૂરઆતોને ધ્યાનમાં લીધા બાદ અહેવાલ તૈયાર કરાયો હતો. આ રજૂઆતો પૈકી મોટાભાગની રજૂઆતોમાં નીટની પરીક્ષા રદ કરી દેવાની જ માંગણી અને રજૂઆત હતી. મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું હતું કે ઉચ્ચ-સ્તરીય કમિટિની ભલામણોનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ અને રાજ્યમાં સામાજિક ન્યાયની ભાવના દૃઢ કરવાના ઇરાદાથી રાજ્ય સરકારે આ ખરડો દાખલ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular