પાકિસ્તાની એરફોર્સે પંજશીર પર હુમલો કર્યાના વિરોધમાં થયેલા દેખાવોનું રિપોર્ટિંગ કરી રહેલા અફઘાન પત્રકારોની ધરપકડ કરી હતી. તેમાંથી કેટલાક પત્રકારોની તાલિબાનોએ ક્રૂરતાપૂર્વક મારપીટ કરી હતી.
પત્રકારોની આ દશા અંગેના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. દરમિયાન ચીને તાલિબાનોના નેતૃત્વમાં અફઘાનિસ્તાનની નવી સરકારને અંદાજે 3.1 કરોડ ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે.
અફઘાનિસ્તાનમાં નવી તાલિબાની સરકાર આવતાં એક સમયે દુનિયાનું સૌથી ખૂંખાર આતંકી સંગઠન અલ-કાયદા ફરીથી માથું ઊંચકી શકે છે તેવી આશંકા અમેરિકન ડિફેન્સ સેક્રેટરીએ વ્યક્ત કરી છે. જોકે, અમેરિકા અફઘાનિસ્તાનમાં અલ-કાયદાને રોકવા તૈયાર છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલાં અમેરિકા પર હુમલો કરનારૂં આતંકી જૂથ અલ-કાયદા અફઘાનિસ્તાનમાં તાલિબાનોની નવી સરકારમાં ફરીથી માથું ઊંચકે તેવી સંભાવના છે.
જોકે, અમેરિકાએ તાલિબાનોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે અફઘાનિસ્તાનને અલ-કાયદા આૃથવા કોઈપણ કટ્ટરવાદી આતંકી જૂથોનો અડ્ડો નહીં બનવા દે. દરમિયાન અફઘાનિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન મુલ્લા મોહમ્મદ હસન અખુંદે દેશમાંથી ભાગી ગયેલા જૂની સરકારોના અધિકારીઓને પાછા ફરવાની હાકલ કરતાં તેમને ’સંપૂર્ણ સુરક્ષા’ આપવાનું વચન આપ્યું છે.