જામનગરની જી.જી. હોસ્પિટલમાં માં કાર્ડ ના દર્દીઓને ઓપરેશનમાં મુશ્કેલીઓ પડતી હોય આ અંગે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
ગુજરાતની બીજા તથા સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની ગણાતી જામનગર શહેરની ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત અત્યંત કફોડી બનતી જાય છે. જામનગર શહેરની હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને માં કાર્ડ બનાવવા માટે દબાણ કરવામાં આવે છે. માં કાર્ડ માંથી મંજુરી ગાંધીનગર થી મેળવવાની થાય છે. પરંતુ ગાંધીનગર થી મંજુરી મળ્યા પછી પણ જે દર્દીનો ઓપરેશન માટેનો સામાન હોસ્પિટલમાં મળવો જોઈએ તેમા વિલંબ થાય છે. અને દર્દીઓને પીડા ભોગવવી પડે છે. આ અંગે ધારાસભ્ય વિક્રમભાઈ માડમના ધ્યાન પર આ વાત આવતાની સાથે જ આરોગ્ય મંત્રીને આ બાબતે રજૂઆત કરી યોગ્ય પગલા લઈને હોસ્પિટલ તંત્રમાં દર્દીઓના તાત્કાલીક ઓપરેશન ચાલુ કરાવવા માંગણી કરવામાં આવી છે. તેમ ધારાસભ્ય વિક્રમભાઈ માડમનાં કાર્યાલયની યાદી જણાવે છે.