Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયઅફઘાન આતંકનું કેન્દ્ર ન બનવું જોઇએ : ભારતનો ધ્રૂજારો

અફઘાન આતંકનું કેન્દ્ર ન બનવું જોઇએ : ભારતનો ધ્રૂજારો

બ્રિકસ દેશોની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન

- Advertisement -

બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેનાં સદસ્ય છે તેવા પ્રભાવશાળી આતંરરાષ્ટ્રીય સમૂહ બ્રિક્સની 15મી વર્ષગાંઠે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલા શિખર સંમેલનમાં વડાપ્રધાને આતંકવાદ સામે સાથે મળીને લડવા પર ભાર મૂકતાં નવી દિલ્હી ઘોષણા પત્રને મંજૂરી મળી હતી. બ્રિક્સ દેશોએ કહ્યું હતું કે, અફઘાનની જમીનનો ઉપયોગ અન્ય દેશો પર આતંકી હુમલા માટે થવો જોઇએ નહીં.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ બેઠક માટે આપણી પાસે વિસ્તૃત કાર્યસૂચિ છે. છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે અનેક સિદ્ધિઓ મેળવેલી છે. વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાં માટે આ એક ઉપયોગી મંચ બની રહ્યો છે. અપેક્ષાકૃત બેઠકમાં મોદીએ અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજનો મુદ્દો પણ ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને મોદીએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન આતંકનું કેન્દ્ર બનવું જોઈએ નહીં. આ પરિષદની અધ્યક્ષતા કરવાં બદલ આનંદ પ્રગટ કરતાં મોદીએ કહ્યું હતું કે, આગામી 15 વર્ષમાં બ્રિક્સ વધુ પરિણામદાયક બને તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. આપણે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે શાનદાર ઉદાહરણ છીએ. ભારતે પોતાની અધ્યક્ષતામાં પરિષદ માટે જે કેન્દ્રવર્તી વિચાર પસંદ કર્યો છે તે પણ આપણી પ્રાથમિકતા જ દેખાડે છે. થીમ છે નિરંતરતા, સહમતી અને સુદ્રઢતા. તેમણે આગળ કહ્યું હતું કે, કોરોના મહામારીની અવ્યવસ્થાઓ છતાં 150થી વધુ બ્રિક્સ બેઠકો અને કાર્યક્રમો આયોજિત થઈ શક્યા છે. જેમાંથી 20 તો મંત્રી સ્તરના કાર્યક્રમ હતાં. પરંપરાગત ક્ષેત્રોમાં આપણે સહયોગ વધારવાનાં પ્રયાસ કર્યા છે. આ વર્ષમાં બ્રિક્સે અનેક પહેલ કરી છે.

આ બેઠકમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે કહ્યું હતું કે, છેલ્લા 15 વર્ષમાં આપણાં પાંચેય દેશોએ મુક્તમન, સમાવેશકતા, સમાનતાની ભાવનામાં વ્યૂહાત્મક સંચાર અને રાજકીય વિશ્વાસ વધાર્યો છે. પરસ્પર સંવાદ માટે નક્કર વ્યવસ્થા વિકસાવી છે. પારસ્પરિક સહાયતાની ભાવનાથી વૈશ્વિક શાસનમાં હિસ્સો લીધો છે.

મોદીએ બેઠકમાં અફઘાનિસ્તાનનો મુદ્દો ઉઠાવતા બેઠકમાં રશિયાએ પણ આ મામલો હાથ ધર્યો હતો. તાલિબાની શાસનમાં અપ્રત્યક્ષ ભરોસો દેખાડનારા દેશોમાં ચીન ઉપરાંત રશિયા પણ સામેલ છે. તેમ છતાં રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના અને સહયોગીઓની વાપસીથી નવું સંકટ પેદા થઈ ગયું છે. તેનાથી વૈશ્વિક અને ક્ષેત્રીય સુરક્ષા કેવી રીતે પ્રભાવિત થશે તે હજી સ્પષ્ટ નથી. બ્રિક્સ દેશ આનાં ઉપર વિશેષ ધ્યાન આપે તે આવકાર્ય છે. અફઘાનિસ્તાન પાડોશી દેશો માટે ખતરો બનવું જોઈએ નહીં. આતંકવાદ અને માદક પદાર્થોની તસ્કરીનો સ્રોત પણ ન બનવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular