જામનગરના હવાઈ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આધેડ સાથે બોલાચાલી પછી ચાર શખ્સોએ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
મળતી વિગત મુજબ, જામનગર દિગ્વિજય પ્લોટ શેરી નંબર 40 માં રહેતા ભરતભાઈ કેશુભાઈ નાખવા (ઉ.વ.55) નામના આધેડે પોતાના ઉપર સામાન્ય બાબતમાં હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ભરત ઉર્ફે ભજી અશોકભાઈ નંદા, અશ્વિન કેશવલાલ નંદા, ભાવેશ કેશવલાલ નંદા, અને નરેન્દ્ર નાથાલાલ ગંઢા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ 431,323,324,506-2 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


