ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આજે 2 સેપ્ટમ્બરે ભાજપની પ્રદેશ કારોબારીની મહત્ત્વની બેઠક કેવડિયા ખાતે મળશે, જેમાં મિશન 2022 અંગે મહામંથન કરવામાં આવશે, આ મહામંથનમાં ભાજપના 600 થી વધુ આગેવાનોની ઉપસ્થિતિમાં કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથસિંહ સંબોધન કરશે. આ અવસરે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડો.મહેન્દ્ર મુંજપરા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. પ્રદેશ કારોબારીમાં મિશન 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ઠરાવો કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં પક્ષના કાર્યક્રમો અંગે ચર્ચા થશે અને મિશન 2022નો રોડમેપ પણ નક્કી થશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટે ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં પ્રારંભ થયો છે. ગઇકાલે બુધવારની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રીઓ અને તમામ પધાધિકારીઓને પોતાની ગાડીમાં નહીં, બસ કે ટ્રેનમાં કેવડિયા પહોંચ્યા હતા.