જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધુણીયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક ખેડૂત યુવાને પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જામજોધપુર નજીકથી વાહનમાં પસાર થતા યુવાનની આડે કૂતરુ ઉતરતા બ્રેક મારવા જતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં રહેતા રઘુભા ઉર્ફે રઘુવીરસિંહ રતનસિંહ જાડેજા (ઉ.વ.41) નામનો ખેડૂત યુવાન તા.29 ઓગસ્ટના રોજ પોતાની વાડીએ જંતુનાશક દવા છાંટવા જવાનું કહી ને ઘેર થી નિકળયા પછી કોઈ કારણસર દવા ગટગટાવી લેતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ રાજેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં નવી સોસાયટીમાં રહેતાં હરેશ ઉર્ફે હરીશ મગનભાઈ સુરેલા (ઉ.વ.30) નામનો યુવાન ગત તા.23 ના રોજ સાંજના સમયે જામજોધપુર નજીક સિધેશ્ર્વર મહાદેવના મંદિરે જવાના માર્ગની ગોલાઈ પર પહોંચતા મંદિરના રસ્તા તરફથી કૂતરુ આડુ ઉતરતા યુવાને યુવાને કૂતરાને બચાવવા માટે બ્રેક મારતા બાઈક સ્લીપ થવાથી અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવની અરવિંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.