મૂળ નેપાળના અને હાલ દરેડ જીઆઈડીસીમાં ચોકીદારની નોકરી કરતા યુવકની પત્ની છેલ્લા 20 દિવસથી નેપાળથી જામનગર આવી હતી. પરંતુ તેણીને અહીં ગમતું ન હોવાથી જીઆઈડીસી ફેસ-2માં આવેલ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં આવેલ દરેડ જીઆઈડીસી ફેસ-2માં ચોકીદારની નોકરી કરતાં બાલકૃષ્ણ ઉર્ફે સુનીલ ડમરબહાદુર સુનાર નામના યુવકની પત્ની લક્ષ્મીબેન બાલકૃષ્ણ સુનાર છેલ્લા વીસેક દિવસથી નેપાળથી દરેડ આવેલ હોય અને તેણીને અહીં ગમતું ન હોવાથી ગુમશુમ રહેતી હોય જે બાબતનું મનમાં લાગી આવતા તેણીએ પોતાની ઓરડીમાં લોખંડના પાઈપમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે તેના પતિએ પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં જાણ કરતા પીએસઆઈ સી.એમ.કાંટેલીયા સહિતનાઓએ વધુ તપાસ હાથ ધરી છે.