Monday, December 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા...!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા…!!

- Advertisement -

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

ગત સપ્તાહે દેશમાં ચોમાસાની સારી પ્રગતિ સાથે અનલોકમાં ભારતના વિવિધ ભાગોમાં ફરી ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ ઝડપી વધી રહ્યાના પોઝિટીવ પરિબળ અને કોર્પોરેટ ઈન્ડિયાની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સારી કામગીરીની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી આગળ વધી હતી. મોદી સરકાર દ્વારા દેશમાં આર્થિક સુધારાને આગળ વધારવાના નિર્ધાર અને ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં ઝડપી આગળ વધવાના સંકેત સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં અવિરત ખરીદીએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.

- Advertisement -

વૈશ્વિક સ્તરે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ વાતાવરણ ડહોળાયું હોવા છતાં ઘરઆંગણાના સાનુકૂળ અહેવાલો પાછળ શેરબજારનું મોરલ સુધારા તરફી બની રહ્યું છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ફફડાટ અને વિશ્વમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યાની ચિંતા અને ભારતમાં પણ ડેલ્ટા પ્લસ કોરોનાના કેસો વધી રહ્યાની ચિંતા છતાં ભારતમાં સરકાર દ્વારા આર્થિક વિકાસના પગલાંની  પોઝિટીવ અસર અને  દેશને અનલોક અને ઝડપી આર્થિક વિકાસના પંથે લઈ જવાની દિશામાં નિર્ણયોની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનમાં સત્તા પલટા સાથે પરિસ્થિતિ સ્ફોટક બની રહી હોઈ  વિશ્વની નજર અત્યારે અફઘાનિસ્તાન પર રહી હોવા સાથે ભારત માટે પણ આ પરિસ્થિતિ અત્યંત મહત્વની હોઈ ફંડોએ તેજી કર્યા બાદ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી. ઉંચા વેલ્યુએશન સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન આગેવાન સ્મોલ – મિડકેપ શેરોમાં ૩૦% સુધીના ગાબડા નોંધાયા છે. સતત તેજીના પગલે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ ઉછાળા નોંધાતા તેમના વેલ્યુએશન ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. બીજી તરફ તાજેતરમાં સેબીએ પણ આ ક્ષેત્રના ચોક્કસ શેરો પણ માર્જિનના નવા નિયમો અમલી બનાવ્યા હતા. સતત તેજીના પગલે ચાલુ વર્ષે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪૦% અને મિડકેપ ઇન્ડેક્સમાં અત્યાર સુધી ૨૬%નો ઉછાળો નોંધાયો છે તેની સામે આ સમય દરમિયાન નિફ્ટીમાં ૧૮%નો સુધારો જોવા મળ્યો છે.

વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ ઓગસ્ટ માસના પ્રારંભથી સ્મોલકેપ – મિડકેપ શેરોમાં મોટાપાયે નફારૂપી વેચવાલીનું દબાણ રહેવા પામ્યું છે. આગામી દિવસોમાં મ્યુચ્યુઅલ ફંડો તેમજ રોકાણકારો દ્વારા પણ વેચવાલીનું દબાણ જારી રહેવાની સંભાવનાના કારણે બજારમાં ગભરાટ ફેલાતા વેચવાલી પ્રબળ બનતા આ ક્ષેત્રના શેરો ચાલુ માસમાં ૩૦% સુધી તૂટયા છે. સ્મોલ- મિડકેપ શેરોમાં ઝડપી પીછેહઠની બીજી તરફ આ ક્ષેત્રમાં થયેલું રોકાણ હવે લાર્જકેપ શેરો તરફ વળ્યું છે. જેના કારણે તાજેતરમાં લાર્જકેપ શેરોમાં સંગીન ઉછાળા નોંધાયા છે.

નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ના પાછલા ૬ મહિનામાં અર્થતંત્રમાં આવેલી ગતિ ફરી હાંસલ કરવા દેશનું અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. નબળી માંગને કારણે કાચા માલના ઊંચા ભાવ આઉટપુટની કિંમત પર પસાર કરવાનું મુશકેલ બની રહ્યું છે, એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં નિરીક્ષણ કર્યું હતું. ભારતીય અર્થતંત્રમાં હજુપણ ઘણી જ નબળાઈ છે. ઘરેલું માંગ વધી રહી છે, પરંતુ ધીમી ગતિએ. ફુગાવાજન્ય દબાણને પહોંચી વળવા સરકાર દ્વારા કેટલાક પગલાં લેવાયા છે, આમ છતાં ઈન્વેસ્ટમેન્ટ માંગ હજુપણ મંદ છે છતાં ક્ષમતા ઉપયોગીતામાં વધારો અને સાનુકૂળ નાણાં નીતિ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે, તે સુધારા માટેના સ્તરને તૈયાર કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના મહામારીના આગમન સાથે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં લોકડાઉનને પગલે અર્થવ્યવસ્થા મંદીમાં ગરકાવની આશંકા હેઠળ દેશના શેરબજારમાં ભારે તારાજી સર્જાઈ હતી. જોકે નીચલા લેવલેથી ભારતીય બેંચમાર્ક સૂચકઆંકોમાં આજદિન સુધી શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. મહામારીના પ્રારંભ થયા બાદ રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં અત્યારસુધીમાં અંદાજીત ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે અને હાલમાં રેપો રેટ ૪.૦૦% પર યથાવત છે. રેપો રેટમાં ઘટાડો ઉપરાંત આરબીઆઈ નાણાં વ્યવસ્થામાં ભરપૂર માત્રામાં લિક્વિડિટી ઠાલવી છે. આ વધારાની લિક્વિડિટીને કારણે જ ભારતીય શેરબજારમાં હાલની રેલી જોવા મળી રહી છે. જોકે કોરોનાની ત્રીજી લહેર અર્થતંત્રની રિકવરી સામે જોખમ ઊભુ કરી શકે એમ છે, આ ઉપરાંત ભારતીય શેરબજારની તેજી ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસદર સાથે સુસંગત નથી જે જોતા ભારતીય શેરબજારમાં છેલ્લા એક વર્ષથી ચાલી આવતા આ બુલરન પર બ્રેક લાગે તેવી શક્યતા જોવાઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય મોરચે એક તરફ અફઘાનિસ્તાનમાં સત્તા પલટા બાદ ચાલી રહેલા ઘર્ષણ અને ફરી યુદ્વ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવા જીઓપોલિટીકલ ટેન્શન તેમજ કોરોના સંક્રમણ અમેરિકા, યુરોપના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યું હોવાની ચિંતા સાથે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા સ્ટીમ્યુલસ પર બ્રેક લગાવવામાં આવશે એવા સંકેતો અને તાજેતરમાં કેટલાક આઈપીઓની નબળી લિસ્ટિંગને કારણે ભારતીય શેરબજારમાં રોકાણકારોનો રસ ઓછો થઈ શકે છે. ઉપરાંત આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોની રિકવરીમાં વિલંબ અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતા શેરબજારની તેજીને અવરોધિત કરવાના મુખ્ય કારણો બની શકે છે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૬૭૧૪ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૬૦૬ પોઇન્ટના પ્રથમ અને ૧૬૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૭૭૭ પોઇન્ટથી ૧૬૮૦૮ પોઇન્ટ, ૧૬૮૧૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૬૮૧૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૭૨૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૩૬૦ પોઇન્ટના પ્રથમ અને ૩૬૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૫૭૦ પોઇન્ટથી ૩૫૩૭૩ પોઇન્ટ, ૩૫૨૦૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૭૪  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) GE પાવર ઈન્ડિયા ( ૩૨૧ ) :- ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૭ થી રૂ.૩૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) સુબ્રોસ લિમિટેડ ( ૩૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૨૨ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) શારદા કોર્પકેમ ( ૩૧૫ ) :- રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૭૨ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૩૦ થી રૂ.૩૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) રેલીઝ ઈન્ડિયા ( ૨૮૦ ) :- એગ્રોકેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૩ થી રૂ.૩૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ઓલકાર્ગો લોજીસ્ટિક્સ ( ૨૨૪ ) :- રૂ.૨૧૩ નો પ્રથમ તેમજ રૂ.૨૦૮ ના સ્ટોગ સપોર્ટથી ટ્રાન્સપોર્ટેશન –  લોજિસ્ટિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) અપોલો ટાયર્સ ( ૨૧૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૨૪ થી રૂ.૨૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ ( ૧૮૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૭૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૯૩ થી રૂ.૨૦૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) IRB ઈન્ફ્રા ( ૧૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રોડ & હાઈવે સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૭ થી રૂ.૧૮૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૭૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૬૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) HCL ટેકનોલોજી ( ૧૧૬૬ ) :- આ સ્ટોક રૂ.૧૧૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૧૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૮૦ થી રૂ.૧૧૯૫ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૯૧ ) :- ૯૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૬૬ નો પ્રથમ તેમજ રૂ.૯૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) HDFC લિમિટેડ ( ૨૭૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૬૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૭૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૭૦૭ થી રૂ.૨૬૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૭૯૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટેક મહિન્દ્ર ( ૧૪૪૬ ) :- રૂ.૧૪૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૯૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) અદાણી પોર્ટ ( ૭૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૫૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) બાલ ફાર્મા ( ૯૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઝેનિથ એક્સપોર્ટ્સ ( ૮૫ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્સટાઇલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) શિવ મિલ્સ ( ૮૦ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩ નો પ્રથમ તેમજ રૂ.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્સટાઇલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ખૈતાન કેમિકલ્સ ( ૬૫ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૨ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૬૦૬ થી ૧૬૮૦૮ પોઈન્ટ ધ્યાને લેશો

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular