ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસેનો એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં સિવિલના ઓર્થોપેડિક ડોક્ટર હોસ્પિટલની બહાર રૂમાલ વહેચતી મહિલાને 50 ફૂટ સુધી ઢસેડીને લઇ જાય છે. આ વિડીઓ સામે આવતા પોલીસે ડોક્ટર સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઝરીનાબેન સુભાન કટિયા હાથ રૂમાલ સહિતનાં નાનાં કપડાં લાવીને વેપાર કરી ગુજરાન ચલાવે છે. ઓર્થોપેડિક વિભાગમાં હેડ તરીકે ફરજ બનાવતા ડૉ. વિકી પરીખે મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું છે.
મહિલાએ જણાવ્યું હતું કે વરસાદ પડતો હોવાથી તેણી વેપાર કરવા માટે સિવિલના ગેટ પાસે બેઠી હતી અને ત્યારે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા ઝરીનાબેનના સામાનનો થેલો ફેંકવા જતા મહિલા થેલાને પકડી રાખતા તેઓ પણ સામાનની સાથે 50 ફૂટ સુધી ઢસેડાયા હતા. આ ઘટના બાદ તબીબ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.