Wednesday, January 8, 2025
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ગમે ત્યારે સર્જાશે કડાકો: વોરન બફેટ

ભારતીય શેરબજારમાં ગમે ત્યારે સર્જાશે કડાકો: વોરન બફેટ

- Advertisement -

- Advertisement -

વિશ્વના સૌથી મોટા ટોચના રોકાણકાર વોરન બફેટના સૂચકઆંકે પણ ભારતીય શેરમાર્કેટ માટે એક લાલબત્તી દર્શાવી છે. પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટના સૂચકઆંક વેલ્યૂએશન ઇન્ડિકેટરના સંદર્ભમાં ભારત દેશના ઇક્વિટી માર્કેટનું મૂલ્યાંકન ખૂબ ઉંચું છે. ભારતીય શેરબજારની તેજી તેની અર્થવ્યવસ્થાના વિકાસદર સાથે સુસંગત નથી જે જોતા ભારતીય શેર બજાર ટાઇમ બોમ્બ સમાન બની રહ્યું છે જે ગમે ત્યારે ફૂટી શકે છે. તેમ બફેટનું માનવું છે.

કોરોના મહામારીના આગમન સાથે ભારતીય શેરમાર્કેટમાં કોહરામ જોવા મળ્યો હતો. દેશમાં લોકડાઉનને પગલે અર્થવ્યવસ્થા મંદીમાં ગરકાવની આશંકા હેઠળ દેશના શેરબજારમાં ભારે તારાજી સર્જાઈ હતી. જોકે નીચલા લેવલેથી ભારતીય બેંચમાર્ક સૂચકઆંકોમાં આજદિન સુધી શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષથી ચાલી આવતા આ બુલરન પર અનેક માર્કેટ એક્સપર્ટસે ચિંતા વ્યકત કરી છે.

- Advertisement -

લોકડાઉન બાદ શરૂ થયેલ આ એકતરફી રેલી અને આઈપીઓ બજારના ઝાકમઝોળ વચ્ચે રિટેલ રોકાણકારોનો બજારમાં હિસ્સો અને રોકાણ વધી રહ્યું છે. સામાન્ય રિટેલ રોકાણકાર આ પ્રકારની તેજીથી ખુશ થઈને પરસેવાની કમાણીને વધારવા-ડબલ કરવા શેરમાર્કેટમાં પૈસા લગાવે છે અને આ લાલચ પર પણ અનેક પ્રશ્નાર્થો ઉભા થઈ રહ્યાં છે.

એક અહેવાલ અનુસાર વિશ્વના સૌથી ટોચના રોકાણકાર વોરન બફેટના સૂચકઆંકે પણ ભારતીય શેરમાર્કેટ માટે એક લાલબત્તી દર્શાવી છે. પ્રખ્યાત રોકાણકાર વોરેન બફેટના સૂચકઆંક વેલ્યૂએશન ઇન્ડિકેટરના સંદર્ભમાં ભારત દેશના ઇક્વિટી માર્કેટનું મૂલ્યાંકન ખૂબ ઉંચું છે. આ ઈન્ડેકસમાં દેશના શેરબજારની માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે બજાર મૂલ્યને દેશના કુલ ઘરેલુ ઉત્પાદન સાથેના ગુણોત્તરને મુખ્ય આધાર લેવામાં આવે છે. ભારતનો આ ગુણોત્તર છેલ્લા ઘણા વર્ષની સરેરાશ કરતા અનેક ઘણો વધારે છે. વોરન બફેટ પણ આ ઈન્ડેકસને પ્રાધાન્ય આપે છે અને તેમણે પણ એક વખત કહ્યું હતુ કે વેલ્યુએશનનું સ્તર જાણવાની આ એક ખૂબ જ સારી રીત છે.

- Advertisement -

બ્રોકરેજ ફર્મ મોતિલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝ લિમિટેડે જણાવ્યું કે તે હાલ આ ગુણોત્તર 104 ટકા પર છે, જે 79 ટકાની સરેરાશ કરતા ઘણો વધારે છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ દેશમાં શેરોનું ઉંચું મૂલ્યાંકન સૂચવે છે. જોકે આમાં આગામી મહિનાઓમાં અર્થતંત્રમાં સુધારાના આંકડા આવતા આ ગુણોતર નીચો આવી શકે છે અને આંકડો એક વ્યાજબી ધોરણની આસપાસ પહોંચી શકે છે. દેશનો જીડીપી ગ્રોથ સુધરી રહ્યો છે, પરંતુ શેરબજારમાં એકતરફી ઝડપી વધારાને કારણે આ ગુણોત્તર વધેલા સ્તરે રહી શકે છે.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કોર્પોરેટ પરિણામોની રિકવરીમાં વિલંબ અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતા શેરબજારની તેજીને અવરોધિત કરવાના મુખ્ય કારણો બની શકે છે. શેરબજારના વેલ્યુએશનમાં ઉચ્ચતમ સ્તરેથી સામાન્ય ઘટાડો આવ્યો હતો પરંતુ હજુ પણ મોટાભાગના ઉભરતા બજારો કરતા ભારતમાં આ ગુણોત્તર અને તેજીનો વાવટો વધારે છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રાહત પેકેજમાં ઘટાડો, ડોલરની મજબૂતાઈ, તાજેતરમાં કેટલાક આઈપીઓની નબળી લિસ્ટિંગને કારણે શેરબજારમાં રોકાણકારોનો રસ ઓછો થઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular