દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળાથી વસઈ તરફ જતા માર્ગ પરથી પસાર થતા બાઈક સવારે કાબુ ગુમાવી દેતાં બાઈક સિમેન્ટની ખાંભી સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દ્વારકા ઓખા માર્ગ પર દ્વારકાથી છ કિલોમીટર દૂર વરવાળાથી વસઈ તરફ જતા માર્ગ પર જીજે-10-સીસી-2487 નંબરના મોટર સાઇકલ પર જઈ રહેલા શિવરાજપુર વાડી વિસ્તારમાં રહેતા વંદનભા સાવજાભા ચમડીયા નામના 22 વર્ષના હિન્દુ વાઘેર યુવાને પુરઝડપે જતાં પોતાની મોટરસાયકલ પર રેલવે ફાટકથી આગળના વળાંક પાસે કાબુ ગુમાવી દેતા આ મોટર સાયકલ રોડની એક બાજુ સિમેન્ટની એક ખાંભી સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પરથી ફેંકાઈ ગયેલા વંદનભાને માથામાં તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે સાવજાભા ડેપાભા ચમડીયાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મૃતક બાઇક ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.
દ્વારકા તાલુકાના વરવાળા નજીક બાઈકચાલકે કાબુ ગુમવતા અકસ્માત
સિમેન્ટની ખાંભી સાથે બાઈક અથડાતા યુવાનનું મોત