ઇન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ-રાજકોટ ખાતે પૂ. ધીરજગુરુદેવની નિશ્રામાં દીક્ષા આજ્ઞા અર્પણ પ્રસંગે ઇન્દોરના નિમેષ કોઠારી, જામનગરના કે.ડી. જૈન સંઘના અજય શેઠ, જુનાગઢના સુરેશભાઇ કામદાર તેમજ રાજકોટ જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઇ વોરા, ભક્તિનગરના હિતેનભાઇ અજમેરા, પડધરીના સુભાષભાઇ પટેલ, આશરા પરિવારની હાજરીમાં દીક્ષાર્થી કુ. રોશનીબેન આશરાની દીક્ષા આજ્ઞા તિલકનો રંજનબેન જયસુખલાલ પટેલ અને જીવદયાનો સુશિલાબેન ઇન્દુભાઇ બદાણીએ લાભ લીધેલ હતો.
પૂ. ગુરુદેવે જણાવેલ કે, સર્વધર્મોમાં જૈન ધર્મની દીક્ષાનો માર્ગ સર્વોપરી છે. દેવોને દુર્લભ સંયમ મનુષ્ય ભવમાં જ પ્રાપ્ત થાય છે. ધીરુભાઇ વોરા, નલીન બાટવીયાએ આજ્ઞા પત્રનું વાંચન કરેલ હતું. ગોંડલ સંપ્રદાયમાં દીક્ષાર્થીને સહુએ સંયમ શુભેચ્છા પ્લેકાર્ડથી વધામણા કર્યા હતાં.