છોટીકાશીમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે શહેરના વિવિધ શિવાલયોમાં મહાદેવના જુદા જુદા શણગાર જોવામાં આવ્યાં હતાં તેમજ પુષ્પ-દૂધ-જળ દ્વારા અભિષેક કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આજે શહેરના સિધ્ધનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, પ્રતાપેશ્ર્વર મહાદેવ, કુંભનાથ મહાદેવ, ગૌરીશંકર મહાદેવ, બેડેશ્ર્વર મહાદેવ, ગંગેશ્ર્વર મહાદેવ, જડેશ્ર્વર મહાદેવ, રામેશ્ર્વર મહાદેવ સહિતના અનેક મહાદેવના મંદિરોમાં ભકતો દ્વારા ભાવપૂર્વક ભકિત કરી પુજા-અર્ચના કરવામાં આવી હતી. વહેલીસવારથી જ હર હર મહાદેવ ના ભકતોના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતાં.