Monday, December 23, 2024
Homeબિઝનેસદુનિયાભરની બેંકો-નાણાંકીય સંસ્થાઆ ટેક જાયન્ટની કલાઉડ સેવા સાથે જોડાયેલી છે, કલાઉડ કેટલું...

દુનિયાભરની બેંકો-નાણાંકીય સંસ્થાઆ ટેક જાયન્ટની કલાઉડ સેવા સાથે જોડાયેલી છે, કલાઉડ કેટલું ‘રિસ્કી’?

કલાઉડ સિસ્ટમમાં ‘વાંધો’ સર્જાશે ત્યારે ગ્રાહકો સુધી નાણાં કેવી રીતે પહોંચશે!

- Advertisement -

વિશ્વની મહત્વની બેંકો અને હજારો નાણાંકીય સંસ્થાઓ ટેકનોલોજીની ગ્લોબલ જાયન્ટ કંપનીઓ સાથે કલાઉડ સિસ્ટમથી જોડાયેલી છે. આ બધી નાણાંકીય સંસ્થાઓનો તમામ ડેટા અને પ્રોસેસની સંપૂર્ણ વિગતો દુનિયાની આ પ્રકારની ટેક જાયન્ટ કંપનીઓ પાસે છે. આ તમામ ડેટા કેટલો સુરક્ષિત છે? તે અંગે દુનિયામાં અવારનવાર ચર્ચા થાય છે. પરંતુ ખરી હકિકતોની કોઇને ખબર નથી.

ટેક જાયન્ટ કંપનીઓ ગુગલ, એમેઝોન અને માઇક્રોસોફટ જેવી ટેક જાયન્ટ કંપનીઓની ડિજિટલ ડેટા સ્ટોરેજ સિસ્ટમ સાથે દુનિયાભરની મહત્વની બેંકો અને નાણાં સંસ્થાઓ સંકળાયેલી છે. બેંકો ઉપરાંત દુનિયાભરની મોટી વિમા કંપનીઓ અને માર્કેટ ઓપરેશન સાથે સંકળાયેલી કંપનીઓ ડેટા સ્ટોરેજના મુદ્દે આ પ્રકારની ટેક જાયન્ટ કંપનીઓ સાથે સંકળાયેલી છે. ઘણી વખત એવો પ્રશ્ન ઉઠે છે કે, આ પ્રકારની ટેક જાયન્ટ કંપનીઓમાં જયારે પણ કોઇ ટેકનિકલ ક્ષતિ સર્જાશે ત્યારે આ કંપનીઓ સાથે સંકળાયેલી બેંકો સહિતની નાણાંકીય સંસ્થાઓના દુનિયાભરના કરોડો ગ્રાહકોના નાણાંકીય વ્યવહારોનું શું થશે? અત્રે એ પણ નોંધનીય છે કે, ડેટા સ્ટોરેજ વ્યવસાય સાથે સંકળાયેલી આ ટેક જાયન્ટ કંપનીઓ પર તેની ગ્રાહક એવી કોઇ નાણાંકીય સંસ્થા કોઇ પ્રકારનું નિયંત્રણ ધરાવતી નથી. આ પ્રકારની ટેક જાયન્ટ કંપનીઓ ડેટા સ્ટોરેજ સામે કેવા પ્રકારના ટેકનિકલ જોખમો રહેલાં છે? તે અંગેની કોઇ વિગતો બહાર પાડતી નથી.

આ બધી બાબતોના સંદર્ભમાં અમેરિકા અને જર્મની તેમજ યુરોપના અન્ય દેશોની સરકારો ચિંતા કરી રહી છે કારણ કે, જયારે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે ત્યારે બેંકો સહિતની નાણાં સંસ્થાઓ આ ટેક જાયન્ટ કંપનીઓ વિરૂધ્ધ કશું જ નહીં કરી શકે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અત્યારથી સંભવિત જોખમોના સંદર્ભમાં ટેક જાયન્ટ કંપનીઓ અને તેની ગ્રાહકો એવી વિશ્વભરની નાણાંકીય સંસ્થાઓ વચ્ચે કેવા પ્રકારની જોખમ શેરિંગ વ્યવસ્થા હોવી જોઇએ? તે અંગે સમગ્ર વિશ્વમાં મનોમંથન ચાલી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular