જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્વૈચ્છિક ભારત મિશન હેઠળ વ્હોરાના હજીરા ખાતે જામ્યુકો દ્વારા સ્થાપિત કરાયેલ મટીરિયલ રિકવરી ફેસીલીટી સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં આ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરી સરકાર દ્વારા જાહેર કરેલ પ્લાસ્ટિક મેનેજમેન્ટ રૂલ્સની શહેરમાં અસરકારક અમલવારી થાય તે માટે પગલાં લેવા સૂચના આપી હતી. આ ઉપરાંત ગુલાબનગર ડમ્પીંગ સાઈટ ઉપરના લીગેસી વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી તથા આ કામગીરીમાં ઝડપ લાવવા તેમજ ઉત્પન્ન થતા ઓર્ગેનિક ખાતરનો
મહાનગરપાલિકાને બગીચામાં ઉપયોગ કરવા અને જામનગર જિલ્લાના ખેડૂતો પણ તેનો ઉપયોગ કરી શકે તે માટે આયોજન કરવા અધિકારીઓની સૂચના આપી હતી.