Thursday, December 26, 2024
Homeરાજ્યમોટી માટલીમાંથી 17 પેટી દારૂ સાથે બે શખ્સ ઝબ્બે

મોટી માટલીમાંથી 17 પેટી દારૂ સાથે બે શખ્સ ઝબ્બે

204 બોટલ દારૂ અને બે મોબાઇલ કબ્જે : જાયવા ગામની સીમમાંથી 14 બોટલ દારૂ મળી આવ્યો : શખ્સની શોધખોળ : સીક્કામાંથી પાંચ બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

કાલાવડ તાલુકાના મોટી માટલી ગામની સીમમાં આવેલા અવાવરુ વિસ્તારમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.1 લાખની કિંમતની 204 બોટલ દારૂ અને મોબાઇલ મળી કુલ રૂા.1.11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી. ધ્રોલ તાલુકાના જાયવા ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાંથી પોલીસે દારૂની 14 બોટલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી પોલીસે દારૂની પાંચ બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી માટલી ગામની સીમમાં આવેલા ઝાળીઝાખરા વાળા અવાવરુ વિસ્તારમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન રાહુલ હમીર મકવાણા (રહે. મોટી નાગાજર, તા.કાલાવડ) અને આશિષ નટુ સોલંકી (રહે.રાજકોટ) નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,02,000 ની કિંમતની 17 પેટી (204 બોટલ) દારૂ અને રૂા.9000 ની કિંમતના બે નંગ મોબાઇલ સહિત કુલ રૂા.1,11,000 નો મુદ્દામાલ કબ્જે કરી બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

બીજો દરોડો, ધ્રોલ તાલુકાના જાયવા ગામની સીમમાં બળવંતસિંહ શાંતુભા જાડેજાના ખેતરમાં આવેલી ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી બળવંતસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી પંચવટી સોસાયટીમાં રહેતાં સુરજ લક્ષ્મણ સીંધવ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી સુરજની પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular