સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલ્સ રિફોર્મ બિલ -2021 ને સંસદમાં કોઈ ચર્ચા કર્યા વગર પસાર કરવાની જોગવાઈઓ સાથે એક ગંભીર મુદ્દો ગણાવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને અનિરુદ્ધ બોઝની ખંડપીઠે ચર્ચા વગર આ બિલ પસાર કરવાની આકરી ટીકા કરી હતી અને આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ઉથલાવી દીધા હતા તેની નોંધ લેવામાંઆવી છે. સંસદ દ્વારા પસાર થયેલ ટ્રિબ્યુનલ્સ રિફોર્મ બિલ 2021, વિવિધ ટ્રિબ્યુનલ્સના સભ્યોની સેવાની શરતો અને કાર્યકાળ સાથે સંબંધિત છે.
આ સાથે જ કોર્ટે કેન્દ્ર, અધિકારીઓ, ન્યાયિક અને તકનીકી સભ્યોની તીવ્ર અછતનો સામનો કરી રહેલ અર્ધ-ન્યાયિક પેનલ (ટ્રિબ્યુનલ્સ)ની નિમણૂક કરવા માટે કેન્દ્રને 10 દિવસનો સમય આપ્યો હતો.
જસ્ટિસ એલ.એન. રાવની અધ્યક્ષતાવાળી બેન્ચે તાજેતરમાં તૂટેલી કેટલીક જોગવાઈઓને આ બિલ પુનજીર્વિત કરે છે. મદ્રાસ બાર એસોસિએશન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચુકાદો આપતી વખતે જસ્ટિસ રાવની ખંડપીઠે કેટલીક જોગવાઈઓને તોડી નાખી હતી.
આના પર, સીજેઆઈ રમને સોમવારે કહ્યું કે અમે બે દિવસ પહેલા જોયું છે કે કેવી રીતે જોગવાઈ જે આ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી તેને પુન:સ્થાપિત કરવામાં આવી છે. અમને નથી લાગતું કે સંસદમાં આ અંગે કોઈ ચર્ચા થઈ છે. તેને પુન:સ્થાપિત કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. સંસદ કાયદો ઘડે એમાંં અમને ચોક્કસપણે કોઈ સમસ્યા નથી. સંસદ પાસે કોઈ પણ કાયદો બનાવવાની સત્તા છે, પરંતુ આપણે ઓછામાં ઓછું જાણવું જોઈએ કે સરકાર આ બિલને ફરીથી લાવવાનું કારણ શું હતું, જ્યારે તેનાથી સંબંધિત વટહુકમ રદ કરવામાં આવ્યો હતો. મેં અખબારોમાં વાંચ્યું છે કે આ વિશે માત્ર એક જ શબ્દ કહેવામાં આવ્યો છે કે કોર્ટે બંધારણીય રીતે વટહુકમને ફટકાર્યો નથી. આ નિરીક્ષણો સાથે, સીજેઆઇએ આ મામલાની વધુ સુનાવણી 31 ઓગસ્ટના રોજ નક્કી કરી છે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા 15 ઓગસ્ટના રોજ આયોજિત 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં બોલતી વખતે જસ્ટિસ રમનની ટિપ્પણી નોંધપાત્ર છે. તેમણે કહ્યું હતું કે દેશમાં કાયદાઓ બનાવવાની પ્રક્રિયા ખરાબ હાલતમાં છે કારણ કે સંસદમાં ચર્ચાના અભાવને કારણે કાયદાઓમાં ઘણી છટકબારીઓ રહે છે, જેના કારણે અદાલતોને હાલાકી ભોગવવી પડે છે.