Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશવાસીઓ વિચારે છે, મોંઘવારીથી આઝાદી કયારે મળશે ?!

દેશવાસીઓ વિચારે છે, મોંઘવારીથી આઝાદી કયારે મળશે ?!

ખાદ્યતેલોમાં નફાખોરો અંકુશમાં નથી, પર્વો-ઉત્સવો ટાણે પણ જીવનજરૂરી ચીજો મોંઘીદાટ: કંદોઇઓ લોકોને પામતેલમાં તળેલું ફરસાણ ખવડાવે છે !

- Advertisement -

ચાલુ વર્ષે ખેડૂતોએ જયારે મગફળી બજારમાં વેચવા કાઢી ત્યારે પ્રતિ 20 કિલોના રૂા.1000 આસપાસ જ ભાવ મળ્યા છે અને આજે ખેડૂતો થોડોઘણો માલ યાર્ડમાં ઠાલવે છે તેના રૂા.1100-1200 સુધી જ ભાવ મળે છે. પરંતુ તેમનાંથી બનતા સિંગતેલમાં સટ્ટાખોરીના કારણે સીઝનના આરંભે જ રૂા.2200ની ઉંચી ભાવસપાટી જાળવીને હવે રૂા.2500ને પાર થઇ ગયા છે. ગત પાંચ દિવસમાં પણ મગફળીના ભાવ સ્થિર છે. જયારે સિંગતેલમાં સતત વધારો થતો રહ્યો છે.

વર્ષોથી મગફળીનું તેલ મોંઘું પડતા કંદોઇ નફાનો ગાળો જાળવવા કપાસિયા તેલમાં ફાફડા-ગાંઠિયા, સેવ સહિતનું ફરસાણ બનાવીને વેચતા હતા પરંતુ, હવે કપાસિયા પણ મગફળી જેટલું મોઘું થતા પામતેલનો ઉપયોગ શરૂ કરાયાનું વેપારીઓએ ખાનગીમાં જણાવ્યું છે. કપાસિયા તેલ મોંઘુ થવા સાથે તેની ગુણવત્તા પણ ઘટયાની ફરિયાદો રૂા.20-30 વધારીને સિંગતેલમાં ફરસાણ બનાવવાનું પણ શરૂ કર્યું છે.

કોઇ પણ તળેલાં ખાદ્યપદાર્થ વેચનારા તેમાં કયુ તેલ વાપર્યું છે તેનું બોર્ડ ખરીદદારો સ્પષ્ટ વાંચી શકે તે રીતે મુકવું ફૂડ સેફટી એકટ મુજબ ફરજીયાત હોવાનું મનપાએ વારંવાર જાહેર કર્યું છે. પરંતું, આવા બોર્ડ હવે કયાંય નજરે પડતા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular