Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબોમ્બે હાઇકોર્ટમાં આઇટીનાં નવા કાયદાનાં નિયમ-9 પર સ્ટે

બોમ્બે હાઇકોર્ટમાં આઇટીનાં નવા કાયદાનાં નિયમ-9 પર સ્ટે

સરકાર વિચારવાની આઝાદીને સીમીત બનાવી રહી છે: અદાલત

- Advertisement -

નવી આઈટી નિયમાવલી અંતર્ગત ડિજિટલ ન્યૂઝ મીડિયા પર કોડ ઓફ એથિક્સ (નૈતિક આચારસંહિતા)ની અનિવાર્યતા પર બોમ્બે હાઈકોર્ટે શનિવારે રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે, નિયમ 9 (1) અને નિયમ 9 (3) અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળ અધિકારને નુકસાન પહોંચાડે છે.

તે આઈટી એક્ટ 2002ની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. બાકી નિયમાવલીના કોઈ નિયમ પર રોક નથી લગાવવામાં આવી. ખાસ કરીને કાયદાનું ઉલ્લંઘન કરવા પર ડિજિટલ ન્યૂઝ મીડિયા પર સજાની જોગવાઈવાળા નિયમ 9 (2) માટે કહેવામાં આવ્યું કે તે જળવાઈ રહેશે.

કેટલીક ડિજિટલ મીડિયા સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી અરજી પર ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીએ સવાલ ઉઠાવ્યો હતો કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક્ટ અંતર્ગત બનેલા પત્રકારિતા આચરણના માનકને નવા આઈટી નિયમોમાં આચારસંહિતાની જેમ કઈ રીતે થોપી શકાય? કાઉન્સિલે તો ફક્ત ગાઈડલાઈન બનાવી હતી તો તેને એવો દરજ્જો કેવી રીતે આપી શકાય કે, જ્યાં તેનું અનુપાલન ન કરવા પર સજા આપવામાં આવે?

હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, જ્યાં સુધી તમારા પાસે વિચારવાની આઝાદી નહીં હોય ત્યાં સુધી તમે તમારી જાતને વ્યક્ત કેવી રીતે કરશો? સરકાર વિચારવાની આઝાદીને સીમિત કરી રહી છે. થોડી પણ ભૂલ થવા પર સજાની જોગવાઈ બનાવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular