Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં જુદા-જુદા સાત સ્થળોએ જુગાર દરોડા

જામનગર જિલ્લામાં જુદા-જુદા સાત સ્થળોએ જુગાર દરોડા

- Advertisement -

જામનગર શહેરના મયુર ટાઉનશીપ શેરી નં.6માં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા અરજણ ઉર્ફે ભગા દામજી મહિડા તથા આઠ મહિલાઓ સહિત 9 શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.11700ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

ધ્રોલ નજીક બારનાલા વાડીવિસ્તારમાં જાહેરમાં તીનપતિ રમતાં લાલજી છગન અઘેરા, ઉમેશ તરશી વાંસજાળિયા, દલસુખ ગણેશ પરમાર, ભરત મનજી સાધરિયા, હરજીવન નાગજી અઘેરા, પ્રેમજી નારણ ભેસદડિયા, કુંવરજી ઉર્ફે કિશોર નાથા ગોપાણી નામના સાત શખ્સોને રૂા.8220ની રોકડ ચાર મોબાઇલ સહિત રૂા.10220ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા બાબુ પોપટ સાડમિયા, રિઝવાન હારૂન પોપટપુત્રા, ફિરોઝ મેસન આરબ નામના ત્રણ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.3120ની રોકડ અને એક બાઇક તથા એક મોબાઇલ મળી કુલ રૂા.13620ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જામનગર તાલુકાના આમરા ગામમાંથી તીનપતિનો જુગાર રમતા ભાણજી તળશી કટેશિયા, રાઘવજી હરજી મઘોડિયા, કાનજી ડાયા કટેશિયા, હરસુખ નારણ કટેશિયા, ધનજી ગોવા કટેશિયા, મનહર કાનજી નકુમ, રમેશ ભવાન નકુમ, ભરત નારણ કટેશિયા, અશોક ધનજી કટેશિયા સહિતના 9 શખ્સોને રૂા.11690ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં તીનપતિનો જુગાર રમતા કૌશલ સુનીલ મકવાણા, અક્ષય રાજુ પરમાર, અરૂણ રાજુ પરમાર, પરબત જીવણ મકવાણા, કારા ગોદર ઘોડાસરા, દેવા જીવા ઘોડાસરા અને બે મહિલા સહિત આઠ શખ્સોને રૂા.10630ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરના મયુરનગર વાંમ્બે આવાસમાં તીનપતિ રમતા બિપિન રમેશ જોશી, સુલતાન અબ્દુલ બાબવાળી, રવિ કાંન્તદાસ જાદવ, રાહુલ ધરમજી રૂડિપાત્રા નામના ચાર શખ્સોને રૂા.10050ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જામજોધપુરમાં શિવમ બંગ્લોઝ પાસેથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા પ્રકાશ દ્વારકાદાસ ધકાણ નામના શખ્સને રૂા.980ની રોકડ અને મોબાઇલ મળી કુલ રૂા.8980ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં બાબુ પાસે કપાત કરાવતો હોવાનું ખુલતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી બાબુની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular