દ્વારકા જિલ્લાના સલાયામાંથી ડૂપ્લીકેટ કોવિડ વેકસીન સર્ટીફિકેટનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં વિદેશ જવા માંગતાં લોકોને વેકસીન લીધાં વગર સર્ટીફિકેટ આપવામાં આવતું હોય જે સંદર્ભે એસઓજીની ટીમે તપાસ આરંભી હતી.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં કોવિડ વેકસીન લીધાં વગર સર્ટીફિકેટ આપવાનું કૌભાંડ ચાલતું હોવાની મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે તપાસ હાથધરી હતી અને આ કૌભાંડમાં વિદેશ જવા માંગતા લોકોને વેક્સિનેશન સર્ટીફિકેટ વેકસિન લીધા વગર આપવામાં આવતું હતું અને આ કૌભાંડ એક ટ્રાવેલ એજન્ટ અને કોમ્પ્યૂટર ઓપરેટર તથા આરોગ્ય વિભાગના કર્મચારીની સંડોવણી હોવાની પણ શકયતા છે. જેના આધારે પોલીસે આ વેક્સિન સર્ટીફિકેટના કૌભાંડની જીણવટ ભરી તપાસ આરંભી હતી.