કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં રહેતી મહિલાએ તેની બીમારીથી કંટાળીને તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ જીવતરનો અંત આણ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં રહેતા અનશોયાબેન ઉર્ફે સોનલબેન ભાણજીભાઈ રાખસિયા (ઉ.વ.29) નામની મહિલાને ઘણાં સમયથી બીમારી હોવાથી આ બીમારીની સારવાર કરાવવા છતાં તબીયતમાં સુધારો થતો ન હતો. જેથી જિંદગીથી કંટાળી જઈ તેના ઘરે પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની બાબુભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો. આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.