Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયરાષ્ટ્રગાનનો વિડીઓ રેકોર્ડ કરી અહીં અપલોડ કરો અને સર્ટીફીકેટ સાથે મળશે આ...

રાષ્ટ્રગાનનો વિડીઓ રેકોર્ડ કરી અહીં અપલોડ કરો અને સર્ટીફીકેટ સાથે મળશે આ ફાયદો

- Advertisement -

આવતીકાલે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ દેશવાસીઓને નવો રેકોર્ડ સર્જવા અપીલ કરી છે. અને તેમાં સહભાગી થવા જણાવ્યું છે. સરકારે આ વર્ષના સ્વતંત્રતા દિવસને “આઝાદીના અમૃત દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ સાથે, સરકારે લોકોને રાષ્ટ્રગાન ગાતા વીડિયો શેર કરવા પણ કહ્યું છે.

- Advertisement -

My Gov Indiaના ઓફિશિયલ યુટ્યુબ પેજ પર ‘લેટ્સ અસ સિંગ ધ નેશનલ એન્થમ’ શીર્ષકથી એક વીડિયો બનાવવામાં આવ્યો છે. જે સરકારની પહેલ વિશે સ્ટેપ બાય સ્ટેપ વિગતો આપે છે અને લોકો તેમાં કેવી રીતે ભાગ લઇ શકે છે તે વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

- Advertisement -

વિદ્યાર્થીઓ દ્વારા શેર કરાયેલ તમામ વિડીયો એક જ વિડીયોમાં સંકલિત કરવામાં આવશે અને સ્વતંત્રતા દિવસ પર લાઇવ પ્લે કરવામાં આવશે. પસંદ કરેલા સ્પર્ધકોને ભારતના અગ્રણી સંગીતકારના નવા ગીતમાં અભિનય કરવાની તક પણ મળી શકે છે. ટીવી, રેડિયો, યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન્ચ થનારા ગીત માટે ટોપ 100 વીડિયો પસંદ કરવામાં આવશે.

આઝાદીના અમૃત દિવસની ઉજવણીમાં ભાગ લેવા આ સ્ટેપ ફોલો કરો

- Advertisement -

સૌ પ્રથમ તમારે https://rashtragaan.in/ સાઈટ પર જવાનું રહેશે.

ત્યાર બાદ તમે જે ભાષામાં રાષ્ટ્રગાન ગાવા માંગતા હોય તે ભાષા સિલેક્ટ કરી શકો છો.

હવે આગળ વધતા તમારે તમારું નામ, વય જૂથ પસંદ કરવું પડશે, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અથવા દેશ દાખલ કરવો પડશે, તે પછી તમારે લેટ્સ સિંગ પર ક્લિક કરવું પડશે.


હવે તમારે સ્ક્રીન પર તમારો ચહેરો એડજસ્ટ કરવો પડશે. આ સિવાય, તમારે ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાની પરવાનગી પણ આપવી પડશે. જ્યારે તમે આ બધું કરી લો ત્યારે તમારે રેકોર્ડ બટન પર ક્લિક કરવાનું રહેશે.

બાદમાં અહીં રાષ્ટ્રગાનનું મ્યુઝીક અને તમે જે ભાષા સિલેક્ટ કરી હશે તે ભાષા,અ લીરીક્સ પણ શરુ થઇ જશે. અને બાદમાં વિડીઓ રેકોર્ડ કરી લીધા બાદ તમારે બીજી વખત રેકોર્ડીંગ કરવું હોય તો તેનો પણ ઓપ્શન મળશે.

વિડીઓ અપલોડ થઇ ગયા બાદ તમને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. જે ડાઉનલોડ થઇ શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular