Wednesday, December 25, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ 16160 થી 16606 પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ 16160 થી 16606 પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે સ્થાનિક સ્તરે કોરોનાના સંક્રમણમાં ફરી થવા લાગેલા વધારાને લઈ આર્થિક મોરચે પણ ચિંતાની નેગેટીવ અસર અને ચોમાસા મામલે દેશમાં ગુજરાત સહિતના રાજયોમાં ચિંતા અને દેશમાં બેરોજગારીની વધી રહેલી સમસ્યા અને ફુગાવા – મોંઘવારીમાં થઈ રહેલા અસહ્ય વધારાને લઈ ચિંતાએ સતત વેચવાલી બાદ વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતે રોકાણકારોનું સેન્ટિમેન્ટ તેજીનું રહેતા ફોરન થતાં સ્થાનિક ફંડો શેરોમાં આક્રમક લેવાલી કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૫૪૮૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૫૩૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો.અર્થતંત્રમાં સુધારાની આશા સાથે વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી દોટ ચાલુ રહી હતી. કંપનીઓના વધુ સારા નાણાકીય પરિણામોની પણ સ્થાનિક શેરબજાર પર સકારાત્મક અસર પડી હતી.

કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં તેજી કરી હતી. બીએસઈ એક્સચેન્જ દ્વારા ખાસ બીએસઈ એક્સક્લુઝિવ સિક્યુરિટીઝ-શેરો માટે એડ ઓન પ્રાઈસ બેન્ડ ફ્રેમવર્ક દાખલ કરવામાં આવતાં અને આ નવા ફ્રેમવર્કમાં પ્રાઈસ બેન્ડ-સર્કિટ લિમિટમાં ફેરફારોને લઈ સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં ફરી ખરીદદાર બની સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને રોજ બરોજ નવા શિખરો પર લઈ જવાનું ચાલુ રાખ્યું હતું.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

છેલ્લા દોઢ વર્ષમાં કોરોના મહામારીના કારણે અમલી બનેલા પ્રતિબંધોના કારણે દેશના તમામ રાજ્યોના ધંધા-રોજગાર તેમજ ઊદ્યોગો પર ભારે પ્રતિકૂળ અસર થતાં સંખ્યાબંધ લોકોની આવક પર મોટો ફટકો પડયો છે. બીજી તરફ લાખો લોકોએ પોતાના રોજગાર ગુમાવી દીધા છે. ઊદભવેલ આ પ્રતિકૂળ સ્થિતિની દેશના અર્થતંત્ર પર નેગેટીવ અસર થઇ જ છે. તેની સાથોસાથ બેંકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. એક રિપોર્ટ મુજબ બેંકો દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રને અંદાજીત રૂ.૭.૫ લાખ કરોડનું ધિરાણ કરાયેલ છે. જે પૈકી રૂ.૫.૦૨ લાખ કરોડનું ધિરાણ દબાણ મુક્ત છે. અર્થતંત્રના સુધારા સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સુધારો નોંધાશે તો આગામી સમયમાં આ ક્ષેત્રની નાણાંકીય તંદુરસ્તી સુધરશે તો આ પરિસ્થિતિમાં બદલાવ જોવા મળશે.

- Advertisement -

મહામારીના આ દોરમાં લોકોની આવક પર પ્રતિકૂળ અસર થતાં બેંકોની વિવિધ લોનની વસુલાત પર પ્રતિકૂળ અસર થવા પામી છે. મહામારીના છેલ્લા દોઢ વર્ષમાં બેંકોની વિવિધ લોનની વસુલાત પર પ્રતિકૂળ અસર થવા પામી છે. છેલ્લા દોઢ વર્ષમાં હોમ લોન ડિફોલ્ટના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. જો કે, જૂન માસ બાદ પ્રતિબંધો હળવા થવાની સાથોસાથ મોટાભાગના ધંધા-રોજગાર અને ઊદ્યોગો પુનઃ ધમધમતા થતાં રોજગાર મોરચે સાનુકુળ સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે આગામી સમયમાં આ પરિસ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.

કોરોનાની અસર હવે ઘટી રહી છે અને વેક્સિનેશન કામગીરી ઝડપથી આગળ વધી રહી છે ત્યારે ભારતના નિકાસ મથકો ખાતેથી માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જુલાઈ માસમાં નિકાસ ૨૦૧૯ના જુલાઈની સરખામણીએ ૩૪% વધી ૩૫.૧૭ અબજ ડોલર જેટલી વિક્રમી રહી છે. ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં માલસામાન તથા સેવાના વૈશ્વિક વેપારમાં ૧૦% વૃદ્ધિ જોવા મળી છે અને ૨૦૧૯ના આ ગાળાના સ્તર કરતા પણ તેમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૦માં ૫.૩૦% ઘટયા બાદ વૈશ્વિક વેપારમાં ૨૦૨૧માં ૮% વૃદ્ધિ થવાની ધારણાં રાખવામાં આવી રહી છે. મજબૂત રાજકોષિય પ્રોત્સાહનોને પરિણામે યુરોપ તથા ઉત્તર અમેરિકા ખાતેથી માગ મજબૂત રહેવાની અપેક્ષા છે. કોરોનાના કાળ બાદ વૈશ્વિક વેપારમાં થનારી આ વૃદ્ધિને જોતા ભારતને નિકાસ મારફત પોતાના અર્થતંત્રને સુધારવાની સુવર્ણ તક રહેલી છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ ત્રીજી લહેરની ચિંતાને અવગણીને ભારતીય શેરબજારોમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ધમાકેદાર ખરીદીના સથવારે સેન્સેક્સ, નિફટીમાં નવા ઈતિહાસ રચાયા છે. ઔદ્યોગિક – આર્થિક વિકાસ પર ફોક્સ કરીને સરકાર દેશના અર્થતંત્રને અનલોક સાથે ઝડપી વિકાસના પંથે લઈ જવા નિર્ણયો લઈ રહી છે, પરંતુ હાલ સૌથી મોટું નેગેટીવ પરિબળ મોંઘવારીનું બની રહી સરકાર માટે પેટ્રોલ, ડિઝલના ઊંચા ભાવોનું રહ્યું છે. જેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગત સપ્તાહમાં ધિરાણ નીતિની સમીક્ષામાં મોંઘવારીના જોખમને મહત્વનું પરિબળ ગણાવીને સાવચેતીનો સંકેત આપ્યો છે. વૈશ્વિક મોરચે યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગતાં યુ.કે., ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં લોકડાઉન ફરી લાગુ થવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર સાથે બજારો માટે ચિંતા ઊભી થઈ છે.

સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી ભારત બહાર આવી જઈ અત્યારે કેસો ઘટવા લાગતા અનલોક ઝડપી બનીને દેશમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગી છે, કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પણ એકંદર સારા આવી રહ્યા છે, ચોમાસાની પ્રગતિ સારી થઈ રહી છે, આ પોઝિટીવ પરિબળો સામે વૈશ્વિક મોરચે આકાર લઈ રહેલા નેગેટીવ પરિબળોએ વૈશ્વિક બજારોની સાથે આગામી દિવસોમાં હવે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રાજયોની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે. 

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૬૫૧૮ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૧૬૧૬૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૫૭૫ પોઇન્ટથી ૧૬૬૦૬ પોઇન્ટ,૧૬૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૬૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૧૯૨ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૫૩૭૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૬૩૭૩ પોઇન્ટથી ૩૬૫૭૫ પોઇન્ટ, ૩૬૭૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૭૦૭  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) સ્ટરલાઈટ ટેક્નોલોજી ( ૨૮૬ ) :- ટેલિકોમ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) ઝેનસર ટેક્નોલોજી ( ૪૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૪૭ થી રૂ.૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) બાલાજી ટેલિફિલ્મ્સ ( ૬૪ ) :- રૂ.૫૭ નો પ્રથમ તેમજ રૂ.૫૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૬૯ થી રૂ.૭૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) બોમ્બે ડાઈંગ ( ૯૫ ) :- ટેક્ષટાઈલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૨ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ઓમેક્સ લિમિટેડ ( ૭૭ ) :- રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૩ ના સ્ટોગ સપોર્ટથી રિયલ્ટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૮૫ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) અપોલો ટાયર્સ ( ૨૨૫ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૦૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ભારત ગીયર્સ ( ૧૩૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૨૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૪૪ થી રૂ.૧૫૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) રેમકો ઈન્ડસ્ટ્રીઝ ( ૩૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન મટીરીયલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૮ આસપાસ રોકાણકારે રૂ.૩૧૮ થી રૂ.૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૭૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૧૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૧૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૭૩ થી રૂ.૨૧૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) બાટા ઇન્ડિયા ( ૧૭૦૯ ) :- આ સ્ટોક રૂ.૧૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) રામકો સિમેન્ટ ( ૯૮૨ ) :- ૮૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૭ થી રૂ.૧૦૧૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૨ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૪૫૧ ) :- રૂ.૧૪૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિમિટેડ ( ૮૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૧૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૮૦ થી રૂ.૮૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૪૪ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) સ્પેન્સર રીટેલ ( ૯૮ ) :- ડિપાર્ટમેન્ટ સ્ટોર સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) પ્રિકોલ લિમિટેડ ( ૮૯ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૫ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) સ્પાઇસજેટ લિમિટેડ ( ૭૧ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! એરલાઈન્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૬ થી રૂ.૮૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) એનએલસી ઇન્ડિયા ( ૫૬ ) :- રૂ.૫૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular