લદ્દાખના સોનમ વાંગચૂકના જીવન પર બનેલી ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ થી લાખો લોકો ઈન્સ્પાયર થયા છે. આવા જ એક વ્યક્તિની વાત કરીએ તો, ‘3 ઈડિયટ્સ’ ફિલ્મના રેન્ચોથી ઈન્સ્પાયર થઈને મહારાષ્ટ્રના રેન્ચો તરીકે નામના મેળવનાર 24 વર્ષીય શેખ ઈસ્માઈલ શેખ ઈમ્બ્રાહીમ વિવિધ સાયન્સ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેણે જાતે વન સીટર હેલીકોપ્ટર ડેવલોપ કર્યું અને તેના ટેસ્ટીંગ દરમિયાન યુવક મોતને ભેંટયો. જેનો વિડીઓ સામે આવ્યો છે.
આ હેલિકોપ્ટરના ટેસ્ટિંગ દરમિયાન તેમાં પ્રોબ્લેમ સર્જાતા, તેની બ્લેડ આ યુવકને વાગી હતી અને તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ યુવકના મિત્રો આ હેલિકોપ્ટર શરુ થવાની ઘટનાનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા અને કેમેરામાં જ આ યુવકની મોતની ઘટના કેપ્ચર થઈ હતી. 24 વર્ષીય યુવક સ્કુલ ડ્રોપ આઉટ હતો અને તે જાતે જ અનેક પ્રોજેક્ટને આકાર આપતો હતો.