જામજોધપુરમાં જકાતનાકા પાસેના વિસ્તારમાં જૂના કેસનો ખાર રાખી બે પરિવારો વચ્ચે સામસામા હુમલા કરાયા હતાં અને પતાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. હુમલાના આ બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, જામજોધપુરના વિકાસનગર વિસ્તારમાં રહેતા કંચનબેન વિનોદ વાઘેલા સાથે અગાઉ થયેલ કેસનો ખાર રાખીને નાગજી નરશી પરમાર, જયદીપ નાગજી, શ્રદ્ધાબેન નાગજી અને ભાવનાબેન ભનુભાઇ નામના ચાર શખ્સોએ કંચનબેનને ફડાકા મારી તેના પુત્ર અને પતિને ઢીકાપાટનો માર માર્યો હતો તેમજ વિનોદભાઈને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પરિવાર દ્વારા હુમલો કરાતા સામા પક્ષે પણ વિનોદ નરશી વાઘેલા, કંચનબેન, રવિ અને પ્રફુલ્લ નામના ચાર શખ્સોએ નાગજીભાઈ અને તેના પુત્ર જયદીપને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. બન્ને પરિવાર દ્વારા કરાયેલા સામસામા હુમલાના બનાવની જાણ કરાતા હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફે કંચનબેન અને સામાપક્ષે નાગજીભાઈ નામના બન્નેની સામ સામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
જામજોધપુરમાં જુના કેસનો ખાર રાખી બે પરિવારો બાખડયા
પિતા-પુત્ર-પુત્રી અને સાળી સહિતના ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપી : સામા પક્ષે દંપતી સહિતના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપી