દરિયાખેડૂઓને માછીમારી કરવા માટે દરિયામાં જવાનો સમય નજીકઆવી ગયો હોવા છતાંય તેમને ડિઝલ આપવાના ભાવ નકકીકરવા માટે ગુજરાત સરકારે હજી ટેન્ડર બહાર પાડયા નથી. પરિણામે પહેલી સપ્ટેમ્બરથી દરિયો ખેડવા માટે તેઓ જાય ત્યારે તેમને કયા ભાવથી ડિઝલ ઉપલબ્ધ કરાવવામાં આવશે તે આજની તારીખે ખબર જ નથી.પોરબંદર, વેરાવળ અને જૂનાગઢના હજારો માછીમારો ડિઝલના ભાવ નકકી થાય તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.તેમ જ 2016થી 2021ના ગાળા માટે આપેલા ક્ધસેશન કરતાં વધુ ક્ધસેશન તેમને આ વખતે આપવામાં આવેતેવી તેમની ઇચ્છા છે, કારણ કે માછીમારીના વ્યસાયમાં થતાં કુલ ખર્ચમાં ડીઝલનો ખર્ચ 60 ટકા જેટલો છે. આખર્ચ ઊંચો હોવાથી ડીઝલના ભાવ સમયસર નકકી થઇ જાય તે તેમને માટે મહત્વનું છે.
માછીમારોના મત્સ્ય ઉદ્યોગની 32 જેટલા સહકારી મંડળીઓનામાધ્યમથી ડિઝલનો રાહતા દરેસપ્લાય આપવામાં આવે છે. 32માંથી 18સહકારી મંડળીઓ ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કોઓપરેટીવ એસોસિયેશનોની છે.
આ32મંડળીઓ વતીથી ગુજરાત ફિસરીઝ સેન્ટ્રલ કોઓપરેટીવ એસોસિયેશનટેન્ડરની પ્રક્રિયા કરે છે. આ વરસે હજી સુધી ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી જ નથી. ગુજરાત ફિઝરીઝ ત્યારબાદ આ ડીઝલ માછીમારી માટે દરિયામાં જતાં દરિયાઓને ડિઝલ સપ્લાય કરે છે. 2016થી2021માં પાંચ વર્ષના ગાળા માટે કરલા ટેન્ડરમાં લિટરદીઠ રૂા.2.28ની રાહત આપવામાં આવી હતી. આ જ ગાળામાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને લિટરદીઠ રૂા.1.00થી રૂા.1.60નું ક્ધસેશન આપવામાં આવતું હતું.
તેની સામે જીએસઆરટીસીએ આ વર્ષ માટેના ટેન્ડરની પ્રક્રિયા પૂરીકરી દીધી છે. તેમને લિટરદીઠ આ.3 થી 4ની રાહત આપવામાંઆવી છે. જીએસઆરટીસીને એક મહિના પછી બિલ ચૂકવવાની છૂટ પણ આપવામાં આવે છે. બીજી તરફ દરિયા ખેડૂઓને રોકડેથી પેમેન્ટ કરવાનીફરજ પાડવામાં આવે છે. આ સંજોગોમાં દરિયાખેડૂઓને આપવામાં આવતાં લિટરદીઠ રાહત જીએસઆરટીસી કરતાં વધારે આપવાની માંગણી કકરવામાં આવી છે.બીજા શબ્દોમાં કહીએ તો તેમને લિટરદીઠ રૂા.4થી વધુ રકમની રાહત આપવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમ જ ટેન્ડર મંગાવીને ડીઝલના ભાવ નકકી કરી આપવાની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.
કોરોનાને કારણે મત્સ્ય ઉદ્યોગ રોકડની અછતનો સામનો કરી રહ્યો છે.તેની ઓપરેટિંગ કોસ્ટ વધી ગઇ છે. બીજું, તેઓ મુખત્વે ચીનમાં તેમના દરિયાઇ ઉત્પાદનો સપ્લાય કરે છે. કોરોનાને કારણે તેમના ક્ધટેઇનર્સ લાંબાસમય સુધી એપ્રુવ થયા વિના પડયા રહે છે. તે ગમે ત્યારે રિજેકટ પણ થઇ જતાં હોય છે. આ સ્થિતિમાં તેમના પૈસા સલવાઇ જવાની સમસ્યા પણ મોટી છે. આ કારણોસર તેમની ઓપરેટિંગકોસ્ટ પણ ખાસ્સી ઊંચી આવે છે. સામાન્ય રીતે ઓગસ્ટના આરંભથી જ દરિયો ખેડવાની સીઝન ચાલુ થઇ જાય છે. આ વખતે સંજોગવશાત ગુજરાત સરકારે આ તારીખ પહેલી સપ્ટેમ્બર સુધી પાછળ ઠેલી છે. પરંતુ તેમને આવરસે ડીઝલ પર આપવામાં આવતું ક્ધસેશન કેટલું મળશે. તે નકકી કર્યું નથી.આ માટે દર પાંચ વર્ષે બહાર પાડવાના થતાં ટેન્ડર હજી સુધી બહાર પાડયા જ નથી.
માછીમારીની સિઝન નજીક : ગુજરાત સરકાર દ્વારા ડિઝલના ભાવ અંગેનું ટેન્ડર હજુ બહાર પડયું નથી
ડિઝલ ખર્ચ મોટો હોય, વધુ રાહત આપવા માછીમાર સમાજની માંગણી