Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય10 વર્ષની બાળકીએ પીએમ મોદીને મળવાની જિદ્દ કરી મેઈલ કર્યો, પ્રધાનમંત્રીએ જવાબમાં...

10 વર્ષની બાળકીએ પીએમ મોદીને મળવાની જિદ્દ કરી મેઈલ કર્યો, પ્રધાનમંત્રીએ જવાબમાં કહ્યું કે…

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકો પ્રત્યે ઘણા પ્રેમાળ છે અને બાળકોને તેઓ પોતાના યુવા દોસ્ત પણ માને છે. ઘણી વખત તેઓ બાળકો સાથે સમય પસાર કરતા હોય છે. ત્યારે એક 10વર્ષની બાળકીએ પ્રધાનમંત્રીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી મેઈલ કર્યો તો જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે દોડતાં આવી જાવ.

- Advertisement -

મહારાષ્ટ્રના સાંસદ સંજય બિખે પાટિલની દિકરી અનિશાએ પ્રધાનમંત્રીને મળવાની જિદ્દ કરી હતી. પરંતુ તેના પિતાએ તેને સમજાવ્યું કે બેટાએ પ્રધાનમંત્રી છે, એ કામમાં હોય. ઘણા દિવસો સુધી બાળકી પોતાની જિદ્દ પર અડગ રહી અને બાદમાં અનિશાએ તેના પિતાના મેઈલ માંથી પ્રધાનમંત્રીને મેઈલ કર્યો અને જણાવ્યું કે, “હું અનિશા છું અને હું આપને મળવા માગુ છું.” આ મેઈલ કર્યા બાદ થોડીક જ વારમાં અનીશાને રીપ્લાય આવ્યો અને તે જોઈને બાળકીની ખુશીનો પાર ન રહ્યો. પ્રધાનમંત્રીએ જવાબમાં લખ્યું હતું કે, “દોડતાં આવી જાવ.” અને તેમાં મળવાનો સમય પણ જણાવ્યો હતો.

બાદમાં અનિશાનો પરિવાર પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચી ગયો. જ્યાં સૌથી પહેલા વડાપ્રધાને પૂછ્યુ અનિશા ક્યાં છે ? ત્યાર બાદ તેમણે 10 મીનિટ સુધી અનિશા સાથે વાત કરી. અનિશાને ચોકલેટ પણ આપી. ત્યાર બાદ ફરી વાતો કરવા લાગ્યા. થોડી વારમાં અનિશાએ વડાપ્રધાનને પુછવાનું શરૂ કર્યું, શું આ તમારી ઓફિસ છે, શું તમે અહીં બેસો છો. આ આપનું કાર્યાલય છે. કેટલી મોટી ઓફિસ છે આ ! વડાપ્રધાન મોદીએ પણ જવાબ આપ્યા હતા. અને કહ્યું હતું કે હું પણ તમારી સાથે વાતો કરવા આવ્યો છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular