Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવરસાદ ખેંચાતાં મોંઘવારી વધુ આગળ વધવાની તૈયારીઓ શરૂ

વરસાદ ખેંચાતાં મોંઘવારી વધુ આગળ વધવાની તૈયારીઓ શરૂ

કૃષિ ઉત્પાદનોનાં કારોબારમાં ઉંચા ટ્રેડ જોવા મળ્યા

દેશના મોટા ભાગના રાજયોમાં વરસાદ ખેંચાતા એગ્રી કોમોડિટીમાં તેજીની સર્કિટો લાગી હતી. વાયદામાં પ્રત્યાધાતી સુધારો જોવા મળતા તથા હાજરમાં નીચા મથાળે લેવાલીનાં કારણે હાજર બજારોમાં માહોલ ગરમ હતા. જેના કારણે હાજર બજારોમાં માહોલ ગરમ હતો. એનસીડેકસ ખાતે કૃષિ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવાર કોમ્પ્લેક્ષ ઘટયા મથાળે બંધ રહ્યા હતા. જયારે સોયા કોમ્પ્લેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.

એનસીડેકસ ખાતે સરસવ તથા સોયાબીનનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાનછ ઉપલી સર્કિટ લાગી હતી. સરસવનાં વાયદા કારોબાર 425 કરોડ રૂપિયાનાં વેપાર સાથે જયારે સોયાતેલનાં વાયદા 388 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. ચણા, કપાસિયા ખોળ, ધાણા, કપાસ, સરસવ, સોયાબીન, સોયાતેલ, હળદર તથાં સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જયારે એરડાં, ગુવાર ગમ, ગુવાર સીડ નરમ રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular