સ્કૂલ ઓફ એક્સિલેન્સનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી લોકાર્પણ કરવા આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોમાંથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે વડાપ્રધાન મોદી આગામી તારીખ 5મી સપ્ટેમ્બર, શિક્ષક દિન નિમિત્તે ગુજરાતના પ્રવાસે આવશે. જે દરમિયાન મોદી ગુજરાતની શાળાઓને મોટી ભેટ આપશે. આ સમયે વડાપ્રધાન મોદી શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલની પણ મુલાકાત લઈ શકે એમ છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલ ઓફ એક્સિલેન્સ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 8 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તેમજ રાજ્યની 20 હજાર પ્રાથમિક સ્કૂલોને અપગ્રેડ કરી સ્કૂલ ઓફ એક્સિલેન્સમાં સમાવેશ કરાશે.
વધુમાં તાલુકાદીઠ પ્રથમ તબક્કે 4 સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સિલેન્સમાં સમાવેશ કરાશે. જેમાં પ્રથમ 1 હજાર દિવસમાં 10 હજાર સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સિલેન્સ તરીકે તૈયાર કરવામાં આવશે. બાકીના 500 દિવસમાં 10 હજાર સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સિલેન્સ તરીકે તૈયાર કરવામાં આવશે