રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૮.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૨૭૭.૭૨ સામે ૫૪૩૮૫.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૧૨૪.૨૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૦.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૫.૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૪૦૨.૮૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૫૧.૭૦ સામે ૧૬૨૭૪.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૧૮૧.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૬૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ-નિફટી બેઝડ તેજીની દોટ આજે આગળ વધી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, આઇટી – ટેક શેરોમાં તેજી સામે મેટલ, ઓઇલ & ગેસ, ટેલિકોમ, યુટિલિટીઝ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી અટકીને ગત સપ્તાહે ખરીદી થયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ખરીદી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દર યથાવત જાળવી રાખવામાં આવતા અને ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસર જોવાઈ હતી.
અર્થતંત્રમાં સુધારાની આશા સાથે વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી દોટ ચાલુ રહી હતી. ગત સપ્તાહમાં જાહેર થયેલા જુલાઈ ૨૦૨૧માં જીએસટીના આંકડા અને સુધરી રહેલા મેક્રો ઈકોનોમી આંકડાઓથી બજારને સમર્થન મળ્યું છે. કંપનીઓના વધુ સારા નાણાકીય પરિણામોની પણ સ્થાનિક શેરબજાર પર સકારાત્મક અસર પડી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની અત્યારસુધીના પરિણામો પ્રોત્સાહક રહ્યા છે. જો કે ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના નીચા બેઝને કારણે પણ વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો મજબૂત જોવા મળી રહ્યા છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, આઇટી, ટેક અને ફાઇનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૯ અને વધનારની સંખ્યા ૧૨૯૧ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક મોરચે યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગતાં યુ.કે., ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં લોકડાઉન ફરી લાગુ થવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર સાથે બજારો માટે ચિંતા ઊભી થઈ છે. સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણની બીજી લહેરમાંથી ભારત બહાર આવી જઈ અત્યારે કેસો ઘટવા લાગતા અનલોક ઝડપી બનીને દેશમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગી છે, કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પણ એકંદર સારા આવી રહ્યા છે, ચોમાસાની પ્રગતિ સારી થઈ રહી છે, આ પોઝિટીવ પરિબળો સામે વૈશ્વિક મોરચે આકાર લઈ રહેલા નેગેટીવ પરિબળોએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે.
ભારતમાં અત્યારે કોરોના સંક્રમણમાં ઘટાડા સામે પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ અને આગામી દિવસોમાં હવે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રાજયોની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગત બે સપ્તાહથી બજારની જોવાઈ રહેલી અફડાતફડીની ચાલ સાથે ચોક્કસ એક સેકટરના શેરોમાં રોજબરોજ તોફાન મચાવીને બજારને ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોને જોતાં આગામી દિવસોમાં તેજીને વિરામ આપીને ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે.
તા.૧૦.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૯.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૨૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૧૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૬૦૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૬૨૮૮ પોઈન્ટ થી ૧૬૩૦૩ પોઈન્ટ ૧૬૩૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૯.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૬૧૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૨૩૨ પોઈન્ટ થી ૩૬૩૭૩ પોઈન્ટ, ૩૬૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- લાર્સન & ટુબ્રો ( ૧૬૦૦ ) :- કન્સ્ટ્રકશન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૦૫ થી રૂ.૧૫૧૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- રામકો સિમેન્ટ ( ૧૦૩૨ ) :- રૂ.૧૦૧૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૦૮ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૪૭ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ થી રૂ.૭૭૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૯૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૦૬ થી રૂ.૬૧૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ટાઈટન લિમિટેડ ( ૧૮૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૨૨ ) :- રૂ.૧૦૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- સિપ્લા લિમિટેડ ( ૯૧૮ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- એક્સિસ બેન્ક ( ૭૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૩ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારતી એરટેલ ( ૬૦૦ ) :- ૬૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૫૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૪૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )