દેશમાં કોરોના વાયરસના નવા નવા વેરિઅન્ટ માથું ઊંચકી રહ્યા છે. કોરોનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે ત્યારે દેશમાં પ્રથમ વખત બે અલગ-અલગ વેક્સિનના ડોઝ મિક્સ એન્ડ મેચ કરીને આપવાની તૈયારી પર વિચારણઆ ચાલી રહી છે. કોવિશીલ્ડ અને કોવેક્સિનના મિશ્ર ડોઝના અભ્યાસમાં પ્રોત્સાહક પરિણામો મળ્યા છે.
આઈસીએમઆરે આ બાબતની માહિતી આપી છે. એક અભ્યાસમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના મિક્સ એન્ડ મેચ ડોઝ આપ્યા બાદ તેનું સંશોધન કરવામાં આવ્યું. આ સંશોધનના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે.
બે અલગ-અલગ ડોઝોના મિશ્રણથી સારા પરિણામો મળ્યા હોવાનું અભ્યાસમાં જણાયું છે. અભ્યાસ મુજબ એક એડિનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ-આધારિત વેક્સિનના સંયોજનની સાથે રસીકરણ કરાયા બાદ નિષ્ક્રિય વાયરસ વેક્સિન સુરક્ષિત હોવાનું જણાયું એટલું જ નહીં પરંતુ તેનાથી વધુ ઈમ્યુનોજેનેસિટી પણ પ્રાપ્ત થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ની કોરોના વાયરસ પર રચાયેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગુરુવારે કોવિશીલ્ડ અને કોવેક્સિનને મેચ કરીને તેના ટ્રાયલની ભલામણ કરી હતી.
સીડીએસઓની નિષ્ણાત સમિતિએ બુધવારે આ વાતની ભલામણ કરી હતી કે વેલ્લોર સ્થિત ક્રશ્ચિયન મેડિકલ કોલેજને કોવિડ-19ની બે રસીના મિક્સ ડોઝ આપવાના ક્લિનિક ટ્રાયલ્સને મંજૂરી આપવામાં આવે. આ સમિતિએ ભારત બાયોટેકને તેની કોવેક્સિન અને પ્રશિક્ષણ સ્તરની સંભવિત એડેનોવાયરલ ઈન્ટ્રાનેઝલ રસી બીબીવી 154ના પરસ્પર પરિવર્તન પર અધ્યયન માટે મંજૂરી આપવા પણ ભલામણ કરી હતી અને મંજૂરી માટે સંશોધિત પ્રોટોકોલ જમા કરાવવા જણાવાયું છે. આ ટ્રાયલો ઉદ્દેશ એ છે કે શું કોઈ વ્યક્તિને કોરોના રસીના બે ડોઝ પૂરા કરવા માટે કોવિશીલ્ડ અને કોવેક્સિન એમ બેડોઝનું મિશ્રણ કરીને આપી શકાય છે કે કેમ.