જામનગર શહેરના રામેશ્વરનગર શિવમ એસ્ટેટમાં રહેતાં યુવાને બેંકમાંથી લીધેલી લોનના હપ્તા નહીં ભરી શકતા ચિંતામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા શિવમ એસ્ટેટ બ્લોક નં.89/એ માં રહેતાં પારસ વાલજીભાઈ જેઠવા (ઉ.વ.35) નામનો મજૂરીકામ કરતા યુવાને ફાયનાન્સ બેંકમાંથી લીધેલી લોનના હપ્તા નહીં ભરી શકતા ચિંતામાં રહેતો હતો અને આ ચિંતામાં જ પારસે રવિવારની રાત્રિના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની મૃતકની પત્ની દ્વારા જાણ કરાતા હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.