આગામી તા.15 ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાનાં 200 ગામડાંઓમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવશે. ગામડે-ગામડે યુવાનો-વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં દેશભકિતની ભાવના અમર રહે તે માટે એબીવીપી દ્વારા આ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ અંગે આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો રજૂ કરાઇ હતી.
અભાવિય ગુજરાત પ્રદેશ મંત્રી, હિમાલયસિંહ ઝાલાએ અભિયાન વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અભાવિપ રાષ્ટ્રનું એક માત્ર એવું વિદ્યાથી સંગઠન છે જે રાષ્ટ્રહિત ને સર્વોપરી રાખી કાર્ય કરી રહ્યું છે. ત્યારે આ દેશ ભકિતની ભાવના દેશના જન જનમાં ઉપસ્થિત છે તેને બહાર કાઢવા અભાવિપ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં આશરે 40000 વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરીશું અને વિદ્યાર્થીહિતથી રાષ્ટ્રહિતની ભાવના સાથે કાર્યરત રહેશું.
અભાવિપ જામનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વરાજ 75 અભિયાન થકી ગામે ગામે જઈ ધ્વજવંદનના કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુો રાષ્ટ્રભકિતની સાથે સાથે ઉંમગ અને ઉત્સાહનું વાતાવરણ બનાવવાનો અને આપણાં સ્વતંત્રતતા સેનાઓ જેના બલિદાન થકી આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તેવા સેનાનીઓને યાદ કરવાનો છે.
આઝાદીના 75 વર્ષને લઇને અભાવિપ દ્વારા વિવિધ પ્રકારના દેશભીકતની ભાવના જગાડતા કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરતા અને તેમના બલિદાનની વાત જન જન સુધી પહોંચે તેવી યાત્રાઓ, પ્રદર્શનીઓ, નુકકડ વગેરે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં નગરમંત્રી સંજીત નાખવા, રાજકોટ મહાનગર સંગઠન મંત્રી અજય પ્રજાપતિ, જામનગર જિલ્લા સંયોજક કૃશલ બોસમીયા તથા જામનગર સહમંત્રી પ્રાંજલબેન જૈન ઉપસ્થિત રહ્યાં હતાં.