જામનગર શહેરમાં નદીના પટમાંથી ગેરકાયદેસર ડીઝલ જેવા રૂા.19,500 ની કિંમતના 300 લીટર પ્રવાહી સાથે ઝડપી લઇ ટ્રાન્સપોર્ટર વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના નદીના પટમાં જાહેરમાં ડીઝલ જેવા પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરાતુ હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રાંદલનગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં ગજેન્દ્રસિંહ શાંતુભા ઝાલાને નદીના પટમાંથી પોલીસે ડીઝલ જેવા પ્રવાહીના રૂા.19,500 ની કિંમતના 300 લીટરના જથ્થા સાથે વેચાણ કરતા ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાંથી બાયોડીઝલના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
રૂા.19,500 ની કિંમતનું 300 લીટર પ્રવાહી કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી