કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલા વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ અદાર પુનાવાલાએ જણાવ્યુ હતું કે બન્ને વચ્ચે કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન વધારવા માટે ચર્ચા થઇ હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાની વેક્સીનને લઈને કેન્દ્રની પોલીસી અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે વેક્સીન સપ્લાયને વેગ આપવા માટે પણ ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે, ” સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલા સાથે મુલાકાત કરી અને કોવિશિલ્ડ રસીના પુરવઠા પર ઉત્પાદક ચર્ચા કરી. કોરોના વાયરસ સામે લડવામાં વેક્સીનની ભૂમિકાની પ્રશંસા કરી અને રસીનું ઉત્પાદન વધારવામાં સરકારના સતત સહયોગની ખાતરી આપી.”
ત્રીજી લહેરના ખતરા વચ્ચે દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, આ અંગે આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં હજુ બીજી લહેર છે ત્યાં જ વિશ્વભરમાં કોવિડના કેસ વધી રહ્યા છે.