Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરસ્વાસ્થ્ય સુવિધા આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

સ્વાસ્થ્ય સુવિધા આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કોરોનામાં મૃત્યુ પામેલ લોકોને સહાય આપવા માંગણી

- Advertisement -

જામનગર સહિત ગુજરાતમાં ભાજપના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ગઇકાલે શિક્ષણ બચાવ અભિયાન સાથે ડીકેવી સર્કલ ખાતે ધરણા કરી શિક્ષણના ખાનગીકરણ સામે વિરોધ કર્યા બાદ આજે જી.જી. હોસ્પિટલ સામે ધરણા યોજી સ્વાસ્થ્યની સુવિધા આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે ધરણા કર્યા હતાં.

- Advertisement -


રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષના સુશાસનની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજીતરફ કોંગ્રેસ દ્વારા ભાજપના સુશાસનના પાંચ વર્ષની ઉજવણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે જામનગર કોંગ્રેસ દ્વારા જી.જી. હોસ્પિટલના ગેઇટ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળ દરમિયાન રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યની સુવિધા આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે ધરણા કર્યા હતાં અને સંવેદનશિલ ભાજપ સરકાર સહિતના નારાઓ લગાવી તેમજ પોસ્ટરો દેખાડી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય આપવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષી નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી, અસ્લમ ખીલજી, નુરમામદ પલેજા, ધવલ નંદા, આનંદ રાઠોડ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને સરકાર વિરોધી દેખાવો કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular