જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 મા પ્રાન્ચ છોડવા જતા સમયે 11 કે.વી. વાયરને અડી જતા વીજશોક લાગવાથી શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગિળા ગામનો વતની અને હાલ જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે રહેતો કેશારામ બાબુરામ ચૌધરી (ઉ.વ.24) નામનો શ્રમિક યુવાન શુક્રવારે બપોરના સમયે જીઆઈડીસી ફેસ-3 માં પ્લોટ નં.17 ની બાજુમાં પ્લાસ્ટર કામની પ્રાન્ચ છોડવા જતો હતો તે દરમિયાન પ્રાન્ચની સીડી જીઈબીના 11 કેવી વાયરને અડી જતા વીજશોક લાગતા બેશુદ્ધ થઈ ઢળી પડયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે લક્ષ્મણ ચૌધરી દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરેડમાં 11 કે.વી. વાયરને અડી જતા શ્રમિક યુવાનનો ભોગ લેવાયો
પ્રાન્ચ છોડવા જતા સમયે અકસ્માત : પોલીસ દ્વારા કાર્યવાહી