Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયચીનમાં રાજકીય પક્ષના કાર્યકરોને ગુલામ બનાવી દેવામાં આવ્યાં

ચીનમાં રાજકીય પક્ષના કાર્યકરોને ગુલામ બનાવી દેવામાં આવ્યાં

બ્લુમબર્ગનો સનસનીખેજ રિપોર્ટ: જીનપિંગની આકરી ટીકાઓ: સરમુખત્યારશાહીના ઉદયને રોકવા માટેના નિયમો હટાવી દીધાં

- Advertisement -

મનાય છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી(સીસીપી)ને નવું જીવન આપ્યું છે. તે પાર્ટીને આગળ વધારવાના અભિયાન પર છે પણ ટીકાકારોનું કહેવું છે કે જિનપિંગે ખુદને પાર્ટી માટે મોટો ખતરો બનાવી દીધા છે. તે સીસીપીના મહાસચિવ છે પણ તેમણે સત્તાને કેન્દ્રમાં રાખી પાર્ટીને પાછળ ધકેલી દીધી છે.

જિનપિંગને પાર્ટી માટે ખતરો બતાવનારાઓમાં રાજકીય નિષ્ણાત કાઈ જિયા પણ સામેલ છે. જિયા સીસીપીના ટ્રેનિંગ સ્કૂલમાં પ્રોફેસર રહ્યાં છે. તેમણે કહ્યું કે જિનપિંગે સત્તા માટે પાર્ટીની હત્યા કરી નાખી. પાર્ટીના 9.5 કરોડ સભ્ય છે. જિનપિંગ સામે કરોડો સભ્યોની હાલત ગુલામ જેવી છે. જિનપિંગ કમ્યુનિસ્ટ પાર્ટીને નવું જીવન આપવાનો દાવો કરે છે પણ તેમણે ખુદને પાર્ટીથી ઉપરનો દરજ્જો આપી દીધો છે. આ પાર્ટીના અસ્તિત્ત્વ માટે ખતરો છે.

જિયા હાલ વિદેશમાં રહે છે. ખરેખર જિનપિંગે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કમાન સંભાળ્યાના અમુક મહિના બાદ આ સંકેત આપ્યા હતા કે તેમની શું રણનીતિ હશે?

જિનપિંગે જાન્યુઆરી 2013માં દેશના ટોચના રાજનેતાઓ સાથે બેઠક કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે સોયેત સંઘની કમ્યુનિસ્ટ પાર્ટીનું પતન એટલા માટે થયું કેમ કે લોકોએ સોવિયેત કમ્યુનિસ્ટ પાર્ટીના ઈતિહાસ અને લેનિન-સ્ટેલિનને નકાર્યા. સેના પણ ત્યાં નહોતી. એટલા માટે ત્યાં કમ્યુનિસ્ટ પાર્ટીનું પતન થયું. પણ ચીનમાં આજે કમ્યુનિસ્ટ પાર્ટી લોકોના જીવનના કેન્દ્રમાં છે.

2015માં જિનપિંગે સૈન્ય સુધારા અને આધુનિકરણના વ્યાપક કાર્યક્રમની શરૂઆત કરી. જિનપિંગે પાર્ટીને મજબૂત કરી. પ્રજાનો વિશ્વાસ અપાવ્યો પણ તેમણે કોઈપણ વ્યક્તિના બે વર્ષથી વધુ સુધી રાષ્ટ્રપતિ ન રહેવાના નિયમને સમાપ્ત કરી દીધો. આ નિયમ 1982માં સરમુખત્યારશાહીના ઉદયને રોકવા માટે બનાવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular