Tuesday, December 31, 2024
Homeરાજ્યજામનગરકેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ધો. 1ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ધો. 1ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

આરટીઇ હેઠળ ધો. 1માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓના ફોર્મ મંજૂર થયા પછી શિક્ષણકાર્ય શરૂ માટે ટ્રસ્ટ દ્વારા જરૂરી સાધન સહાયની કિટ અપાઇ

- Advertisement -

જામનગર શહેરમાં વસવાટ કરતા પિરવારના જે સંતાનોને રાઈટ ટુ એજયુકેશન (આર.ટી.ઈ.) હેઠળ પ્રવેશ મેળવવો હોય તેમના માટે શહેરની સેવાક્યિ સંસ્થા હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

- Advertisement -

ટ્રસ્ટના કાર્યાલય પરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ સરકારના નિયમોનુસાર પ્રથમ રાઉન્ડમાં જિલ્લા કક્ષાએ મંજુર થયેલી અરજી પૈકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવાના ભાગરૂપે જામનગરની સંસ્થા એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તા.24ના ગુરૂપૂર્ણીમાં દિવસે ધીરૂભાઈ અંબાણી વાણીજય ભવન જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં માટેની અભ્યાસ ક્રમને લગતી જરૂરી સાધન સહાયની કિટનું વિતરણ કરી પ્રોત્સાહીત કરવમાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ તથા અન્ય મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જીતુભાઈ લાલે સ્વાગત પ્રવર્ચનમાં તમામ વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને આવકાર્યા હતા. તેમજ આર.ટી.આઈ. હેઠળની યોજના અંગે માહિતગાર ર્ક્યા હતા. તેમજ છેલ્લા પાંચ વર્ષથી સંસ્થા દ્વારા આર.ટી.ઈ. હેઠળના સરકારની ગાઈડ લાઈન મુજબના ફોર્મ ભરી વિદ્યાર્થીઓને એડમીશન સુધીની ઓનલાઈનની તમામ પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે અને શહેરના નબળાવર્ગના તેમજ પછાત વર્ગના અનેક વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં અભ્યાસમાં જોડાવવા માટે ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ વર્ષે પણ આ પ્રક્રિયા ચાલુ રખાઈ હતી અને આ કાર્યક્રમમાં હાજર તમામ વિદ્યાર્થીઓને અને તેના વાલીઓને ટ્રસ્ટ દ્વારા હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત ઓનલાઈન પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પોતાના બાળકોનું ધ્યાન રાખી ઉચ્ચ અભ્યાસ સુધી તમામ બાળકોની તકેદારી રાખીને ભારતના ઉજજવળ ભવિષ્યમાં હિસ્સેદાર બને તેવી પણ નમ્ર અપિલ કરી હતી.

ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ટ્રસ્ટ પિરવારના બિપેન્દ્રસિંહ જાડેજા, ટ્રસ્ટ પિરવારના ભરતભાઈ કાનાબાર અને પ્રફુલભાઈ મહેતા તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી ક્રિષ્નરાજભાઈ લાલના હસ્તે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય શરૂ કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી જરૂરી શૈક્ષણીક કીટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમની આભારવિધિ ટ્રસ્ટના ટ્રસ્ટી ક્રિષ્નરાજભાઈ લાલે કરી હતી. અને કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટ પિરવારના લલીતભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular