ધ્રોલ ગામમાં એમ ડી મહેતા સ્કૂલ સામેના શિક્ષીકાભવનમાં રહેતા યુવાનનો છેલ્લાં ત્રણેક માસથી કામ-ધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસના કારણે એક માસથી ગુમસુમ રહેતો હતો આવી જિંદગીથી કંટાળી જઈ રવિવારે સવારના સમયે તેના ઘરે રૂમના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં એમ ડી મહેતા સ્કૂલ સામે આવેલા શિક્ષીકાભવનમાં અનિલ ચંદુલાલ વાળા (ઉ.વ.40) નામના મોચી યુવાનનો ધંધો ત્રણેક માસથી ચાલતો ન હતો અને હાલ કોઇ કામ-ધંધો ન હોવાથી આર્થિક ભીંસનો સામનો કરતા યુવાને જિંદગીથી કંટાળીને રવિવારે સવારે તેના ઘરે રૂમના પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની મૃતકની માતા જયશ્રીબેન દ્વારા જાણ કરાતા હેકો ડી.એ.રાઠોડ તથા સ્ટાફે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવતાં જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. જેના આધારે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલમાં આર્થિક ભીંસથી કંટાળીને યુવાને જિંદગી ટૂંકાવી
ત્રણ માસથી કામ-ધંધો ચાલતો ન હતો : આર્થિક તંગીના કારણે એક માસથી ગુમસુમ: રવિવારે પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા