જામનગરમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આજે રોજ અમિત ચાવડા જામનગરમાં ઉપસ્થિત છે જન ચેતના રેલીના આયોજનમાં ભાગ લેવાના છે.
જામનગરમાં જે કોંગ્રેસ કાર્યકરોના કોરોનામાં મૃત્યુ થયા છે. તેમના પરિવારજનોને આજે અમિત ચાવડા સહીત શહેર કોંગ્રેસના પ્રમુખ સહીતના હોદ્દેદારો મળ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી..