જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી યુવતીએ ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકના ભાઈએ તેના બનેવી સામે મરીજવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં મયુરનગરમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતી મિતલ પરેશ પાઠક નામની યુવતીએ તેણીના સાસરે રૂમના પંખાના હુકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના બનાવબાદ મૃતકના ભાઈ જીતેન્દ્ર શંકરલાલ હરવરાએ તેના બનેવી પરેશ રાજેશ પાઠક વિરુદ્ધ મરીજવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મિતલે પરેશ પાઠક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્નમાં કરીયાવાર લઈઆવી ન હોવાથી પતિ પરેશ તેનું ઘર ચલાવવા માટે પત્ની મિતલ ને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી માર મારતો હતો અને માવતરેથી રૂપિયા લઇ આવવા માટે દબાણ કરતો હતો તેમજ પરેશને નંદાણા ગામની યુવતી સાથે અનૈતિક સબંધ હોવાથી તેની પત્ની મિતલને અવારનવાર ત્રાસ આપી મરીજવા મજબુર કરતાં મિતલે આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પીએસાઈ એન.વી.હરિયાણીએ પરેશ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.