પ.પૂ. ધીરજમુનિ મ.સા. તેમજ પ.પૂ. ગુણિબાઇ મ.સ., પ.પૂ. સુશિલાબાઇ સ્વામી, પ.પૂ. સરોજબાઇ સ્વામી, પ.પૂ. નયનાબાઇ સ્વામી આદી ઠાણાના ચાર્તુમાસમાં પ્રવેશ નિમિત્તે રાજકોટમાં પ્રવેશ થયો હતો. જેમાં જૈન સમાજના અગ્રણીઓએ ભાવભેર તેમને આવકાર્યા હતાં. આ તકે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સતિષભાઇ મેતા, રજનીભાઇ બાવીશી, જયસુખભાઇ પટેલ, દિલસુખભાઇ શેઠ, શિરીષભાઇ પાટલીયા, સુરેશભાઇ કામદાર, દિનેશભાઇ દોશી, જયશ્રીબેન શાહ, જામનગર કે.ડી. શેઠ ઉપાશ્રયના અજયભાઇ શેઠ, હિતેશભાઇ ખજુરીયા, બીપીનભાઇ શેઠ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ સંઘના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. 25 વર્ષથી સેવા કરતાં રજનીભાઇ બાવીશી તેમજ 15 વર્ષથી ધીરૂભાઇ અંબાણીની સાથે સેવા કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિવ્યેશભાઇ પ્રવિણચંદ્ર, નરભેરામ પદમશી શાહ પરિવારના હસ્તે મંગલ સ્મુતિ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.