લાલપુર તાલુકાના નાના ખડબા ગામના વાડી વિસ્તારમાં રહેતી મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે લાલપુર અને ત્યારબાદ જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં વાડી વિસ્તારમાં ખેતીકામ કરતા હુશેન વલીમામદ નામના પ્રૌઢે બુધવારે તેની પત્નીને ચા બનાવવાનું કહેતા પત્ની હિંડોળે હિંચકા ખાતી હતી તેથી પતિ ગુસ્સે થયો હતો. પતિના ગુસ્સે થવાથી પત્ની રોશનબેન હુશેનભાઇ (ઉ.વ.45) નામની મહિલાએ તેના હાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે એએસઆઈ એમ.કે. ચનિયારા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુર તાલુકાના નાના ખડબામાં મહિલાનો દવા પી આપઘાત
ચા બનાવવાની બાબતે પતિ ગુસ્સે થતા પત્નીએ જિંદગી ટૂંકાવી