Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાના નવા કેસ સ્ટેબલ

દેશમાં કોરોનાના નવા કેસ સ્ટેબલ

24 કલાકમાં 507 કોરોના સંક્રમિત દર્દીઓના મોત

- Advertisement -

ભારતમાં કોરોના મહામારીનું સંકટ યથાવત છે. ફરી એક વખત 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કેસ આવ્યા છે અને 507 સંક્રમિતાએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા બુધવારે 42,015 નવા મામાલા આવ્યા હતા. જયારે છેલ્લા 24 કલાકમાં 38,652 લોકોએ કોરોનામાંથી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 21 જુલાઈ સુધી દેશભપમાં 41 કરોડ 78 લાખ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 22 લાખ 77 હજાર ડોઝ અપાયા હતચા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 4પ કરોડ 9 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17.18 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. કુલ કોરોના કેસ – ત્રણ કરોડ 12 લાખ 57 હજાર 720. કુલ ડિસ્ચાર્જ – ત્રણ કરોડ 4 લાખ 29 હજાર 339 કુલ એકિટવ કેસ – 4 લાખ 9 હજાર 394 કુલ મોત: 4,18,987 એકિટવ કેસ મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે. જયારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એકિટવ કેસ 1.30 ટકા છે. કોરોનાના એકિટવ કેસ મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા ક્રમે છે. જયારે અમેરિકા, બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular